સુરતના પાંડેસરામાં જળ સંકટ..!! દિવસનું માત્ર ચાર-પાંચ ડોલ જ પાણી મળે છે

0
118

સુરત,
તા.૩/૪/૨૦૧૮

કાળઝાળ ગરમી વચ્ચે સુરતના અલગ અલગ વિસ્તારોમાં પાણીનો પોકાર શરૂ થયો છે. જેમાં પાંડેસરા ગામની અનેક સોસાયટીમાં દિવસ દરમિયાન માત્ર ચાર-પાંચ ડોલ જ પાણી મળતું હોવાના કારણે ભારે મુસિબત વેઠી રહેલા લોકોએ મોરચાના રૂપમાં મહાનગરપાલિકાની કચેરી પર પહોંચી જઈ ઉગ્ર રજૂઆત કરી હતી. રજૂઆત કરવા પહોંચેલા લોકોને મનપાની કચેરીના દરવાજા પાસે જ આ વિસ્તારનના ધારાસભ્ય મળી જતાં લોકોએ તેને પણ ઘેરી લીધા હતા અને તેમની સમક્ષ પણ રજૂઆત કરી હતી.

પાંડેસરા ગામના પટેલ ફળિયુ, કોળી મહોલ્લો, દલિતવાસ, સંદીપનગર, આસ્થા એપાર્ટમેન્ટ, શ્રીનાથ એપાર્ટમેન્ટ, નવજીવન એપાર્ટમેન્ટ સહિતના આજુબાજુના વિસ્તારોમાં મહાનરપાલિકા તરફથી પૂરતા પ્રમાણમાં પાણીનું વિતરણ કરવામાં ન આવતા લોકો મુશ્કેલી અનુભવી રહ્યા હતા. પરિણામે તમામ લોકો એકત્ર થઈ સોમવારે સાંજે મહાનગરપાલિકાની ઓફિસ પર પહોંચ્યા હતા. જ્યાં મ્યુનિસિપલ કમિશનર એમ. થૈન્નારેશન સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. તો મનપાની કચેરી બહાર જ મળી ગયેલા આ વિસ્તારના ધારાસભ્ય વિવેક પટેલને પણ લોકોએ ઘેરી લીધા હતા અને પાણીની સમસ્યા સંદર્ભે રજૂઆત કરી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે જળ સંકટને ધ્યાને લઈ મહાનગરપાલિકા તરફથી છેલ્લા એક મહિનાથી ૧૦૦ એમએલડી પાણીનો કાપ મૂકવામાં આવ્યો છે. જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં અપુરતા દબાણથી પાણી મળવું, ઓછું પાણી મળવું, ડહોળું પાણી મળવું જેવા ફરિયાદો ઉઠી છે. તેવા સંજાગોમાં ફરિયાદનું નિરાકણર કરવાનની કોઈ યોજના મનપા પાસે ન હોવાના કારણે લોકોનો રોષ ભભૂકી ઊઠ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY