આજે જગન્નાથજીની 141મી રથયાત્રા: ‘જગતના નાથ’ પુષ્યનક્ષત્રમાં નગરચર્યાએ નીકળ્યા

0
67
ભગવાન રાજાધિરાજના વેશમાં દર્શન આપ્યાં – ‘મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે’ના નાદથી માર્ગો ગૂંજી ઉઠ્યાં

ઇશ્વરના દર્શનનો લ્હાવો લેવા માટે ભક્તને સામાન્ય રીતે મંદિર સુધી જવું પડતું હોય છે. પરંતુ અષાઢી બીજ એકમાત્ર એવું વિશિષ્ટ પર્વ છે જ્યારે ‘જગતના નાથ’ એવા ભગવાન જગન્નાથ સ્વંય નગરચર્યાએ નીકળીને ભક્તોને દર્શન આપવા માટે આવે છે. અમદાવાદના પ્રાચિન જગન્નાથ મંદિરથી આવતીકાલે ૧૪૧મી રથયાત્રા નીકળશે ત્યારે ભક્તોનું ઘોડાપુર ભગવાન જગન્નાથની એક ઝલક મેળવીને ધન્ય થવા માટે ભક્તિરસમાં તરબોળ બનશે. ‘મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે’ના ગગનભેદી નાદ સાથે માર્ગ ગૂંજી ઉઠશે. આ વખતે અષાઢી બીજે પુષ્ય નક્ષત્રનો અનોખો સંયોગ સર્જાયો છે. આમ, ભગવાનની નગરચર્યા વખતે પુષ્યનક્ષત્ર હશે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બળભદ્ર એમ બે ભાઇ સાથે બહેન સભદ્રાની પણ પૂજા થતી હોય તેવો પુણ્ય ઉત્સવ છે. ૧ કિલોમીટર લાંબી એવી આ રથયાત્રા અમદાવાદના ૧૮.૫ કિલોમીટરના માર્ગમાં ફરશે. ભગવાન જગન્નાથે ગત વર્ષે ગોવાળિયા સ્વરૃપે દર્શન આપ્યા હતા જ્યારે આ વખતે રાજાધિરાજના સ્વરૃપમાં ભગવાન દર્શન આપશે. આવતીકાલે ૪ વાગે યોજાનારી મંગળા આરતીમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિત રહેશે. સાંજે ૪:૩૦ વાગે મંદિરમાં વિશિષ્ટ ભોગ (ખીચડી, કોળા ગવારફળીનું શાક, દહીં) ભગવાનને ધરાવાશે. આ વિશિષ્ટ પ્રસાદ લેવા માટે ભક્તોની મોટી સંખ્યામાં ઉમટી પડશે. સવારે ૫થી ભગવાનની આંખોથી પાટા ખોલવાની વિધિ શરૃ કરાશે અને ત્યારે આદિવાસી નૃત્ય-રાસ-ગરબા પણ યોજવામાં આવશે. સાંજે ૫:૪૫થી ભગવાનનો રથમાં પ્રવેશ થશે. સવારે ૭ વાગે મુખ્યમંત્રી વિજય રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહિંદ વિધિ કરાવીને રથયાત્રાનો શુભારંભ કરાવશે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ સાથે મળીને પહિંદ વિધિ કરી હોય તેવું છેલ્લા બે દાયકામાં માત્ર ત્રીજીવાર બનશે. બે દાયકા અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી છબીલદાસ મહેતા-નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીને જ્યારે ગત વર્ષે પણ મુખ્યમંત્રી વિજય રૃપાણી-નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદ વિધિ કરાવી હતી. ગુજરાતભરમાં ૧૬૩થી વધુ રથયાત્રા યોજાશે આવતીકાલે જગન્નાથ મંદિર ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી ૧૬૩થી વધુ રથયાત્રા યોજવામાં આવશે. અમદાવાદમાં જ આવતીકાલે ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાનો પ્રારંભ સાંજે ૪ કલાકથી બિલેશ્વર મહાદેવથી થશે. અંદાજે ૭ કિલોમીટરની આ રથયાત્રાના રૃટમાં શ્યામલ ચાર રસ્તા, આનંદ નગર રોડ, રાહુલ ટાવર, પ્રેરણા તીર્થ રોડ, ચંદન પાર્ટી પ્લોટ, સુપર સોસાયટી, રામદેવનગર થઇને ઇસ્કોન મંદિર પરત ફરશે. ત્રિપદા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાનારી રથયાત્રાનો સવારે ૭ વાગે વરદાન ટાવરથી પ્રારંભ થશે અને તેનું સમાપન બપોરે ૧:૪૫ના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે કરવામાં આવશે. કઠવાડા ખાતે પણ ભગવાન જગન્નાથની ભવ્ય યાત્રા યોજાશે. સરસપુરમાં લાખો ભક્તોને ૧૬ પોળમાં પંગતમાં બેસાડીને જમાડાય છે ! સરસપુરમાં દરેક પોળમાં ભક્તજનોને પગંતમાં બેસીને જમાડવામાં આવે છે. પરંતુ મોટી સાવળી વાડ ખાતે ૩૫ હજારથી વધારે ભક્તોનું રસોડુ હોવાથી આ પોળમાં બુફેની વ્યવસ્થા કરાઇ છે. ૬૦૦ જેટલી પાણીની પરબો ઉભી કરાશે. દેસાઇની પોળમાં ચા-પાણીની વ્યવસ્થા કરાશે. પુરી, બુંદી, મોહનથાળ, ફૂલવડી, ગાંઠીયા, શાક, છાસ, ખીચડી, ભક્તજનોને જમાડવામાં આવશે. આ માટે આ અંગે સરસપુરના સ્વયંસેવકોના જણાવ્યા મુજબ આશરે ૨૫ હજાર કિલો પુરીનો લોટ, ૨૦ હજાર કિલો ચણાનો લોટ, ૬૦૦ જેટલા તેલના ડબા, ૨૫ હજાર કિલો બટાકાનો વપરાશ થશે. દર વર્ષે સરસપુરમાં રથયાત્રામાં આવતા લાખો ભક્તોને પ્રેમથી જમાડાય છે. પોળોના રહીશો જે અન્ય રહેવા જતા રહ્યા હોય તે પણ રથયાત્રાના ચાર દિવસ પહેલા પોળોમાં આવીને ભક્તોની સેવા કરવામાં લાગી જાય છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY