મેં વિરાટ કોહલી જેવો ક્રિકેટર જોયો નથી : રવિ શાસ્ત્રી

0
34

લંડન,તા.૨૫
પાંચ ટેસ્ટ મેચોની સીરિઝમાં પ્રથમ મુકાબલો જીત્યા બાદ ટીમ ઇન્ડીયાના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, આ દુનિયાની સર્વશ્રેષ્ઠ વિદેશી પ્રવાસ કરનાર ભારતીય ટીમ બનાવાની દિશામાં એક ઇમાનદાર પ્રયત્ન છે. આપણે મોટા ભાગે આપણા દેશમાં તો સીરિઝ જીતીયે જ છે. અમારો પ્રયત્ન હશે કે અમે વિદેશી જમીન પર પણ સીરિઝ જીતીએ. મને લાગે છે હાલની ટીમ બેસ્ટ ટ્રાવેલિંગ બની શકે છે. આ સાથે જ રવિ શાસ્ત્રીએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીના વખાણ પણ કર્યા.
તેમણે કહ્યું કે વિરાટ કોહલી આ રમત પ્રત્યે ખુબ જ ઉત્સાહી છે. તેને બેટિંગ કરવું પસંદ છે. મેં તેના જેવો ક્રિકેટર જોયો નથી. હું સચિન ટેંડુલકર અને વિરાટ કોહલીને એક જ સ્થાને રાખીશ. એક ક્રિકેટર તરિકે બંન્ને એક જ રીતે વસ્તુઓને સમજે છે અને દેખે છે. વિરાટ ભૂતકાળમાં હારેલી મેચોને યાદ નથી કરતો અને આવનારી મેચમાં સારૂ પ્રદર્શન કરવાનો જ પ્રયાસ કરે છે તે માત્ર રન બનાવવા પાછળ ફોકસ રાખે છે.
શાસ્ત્રીએ કહ્યું કે, હું છેલ્લા ચાર વર્ષથી ટીમ સાથે જોડાયેલો છું. મેં વિદેશમાં ભારતની આટલી શાનદાર જીત જોઇ નથી. અમે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર જોહનિસબર્ગમાં પણ જીત હાંસલ કરી હતી પરંતુ તે પીચ ખુબ જ ખરાબ હતી. જો એક સાફ સુથરી પીચની વાત કરવામા આવે તો આ સર્વશ્રેષ્ઠ જીત છે. અહિંયા અમે માત્ર એક ટેસ્ટ મેચ જીતી છે, ટેસ્ટ સીરિઝ અમારા નામે નથી થઇ. હજુ પણ સીરિઝમાં બે મેચ બાકી છે. અમે સીરિઝ જીતવા માટે આગળ વધુ મહેનત કરીશું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY