રક્ષાબંધનના આગલે દિવસેજ પરણિતા ના આપઘાત થી ચકચાર

0
26

ડેડીયાપાડા ના ભૂતબેડા ગામની પરણિતા એ સાસરીયાઓના ત્રાસ થી કંટાળી ફાસો ખાતા ચકચાર

પતિ,સસરા અને સાસુ ના ત્રાસ થી કંટાળેલી વહુ એ સાસરી નજીક આવેલા જંગલ માં ઝાડ સાથે દુપટ્ટો બાંધી જીવનનો અંત આણ્યો

પરણિતા કૈલાશ ને પેહલી સુવાવડ માંજ જન્મેલી દીકરી અપંગ હોય સાસરિયાઓ એ બાબતે કૈલાશ ને ત્રાસ આપી માારઝુુડ કરતા હતા

રાજપીપળા: નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકા ના ભૂતબેડા ગમે પરણિતાએ સાસરીયાઓના ત્રાસ થી કંટાળી ફાસો ખાઈ જીવનનો અંત લાવતા સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ થઈ છે

પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના ભૂતબેડા ગામમાં પરણેલી કૈલાસ ભરત વસાવા ને લગ્ન જીવન દરમિયાન એક બાળકી નો જન્મ થયો પરંતુ સદનસીબે બાળકી અપંગ હોય કૈલાસબેન નો પતિ ભરત અમીરભાઈ વસાવા ,સસરો અમીરભાઈ સીંગાભાઇ અને સાસુ સુમિત્રાબેન અમીરભાઈ વારંવાર તારી છોકરી અપંગ જન્મેલી છે એની સેવા માંજ બધા રૂપિયા વપરાય જાય છે જેથી અમારો ઉદ્ધાર થતો નથી એમ કહી મેણા ટોણા મારી મારકૂટ કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા તદઉપરાંત ગત તારીખ 23 ઑગસ્ટ ના રોજ પણ આરોપીયો એ મારનાર કૈલાસ ને થપ્પડ મારી ત્રાસ આપતા પતિ સસરા અને સાસુ ના ત્રાસ થી કંટાળી જઈ કૈલાસે 25 ઑગસ્ટ ની સાંજ બાદ ભૂતબેડા ગામના જંગલ માં જઈ એક ઝાડ સાથે દુપટ્ટા વડે ફાસો ખાઈ આપઘાત કરતા કૈલાસ ના પિતા રાજેશ વસાવા એ સાસરિયાઓ ના ત્રાસ થી પુત્રી એ આ પગલું ભર્યું હોવાની ફરિયાદ ડેડીયાપાડા પોલીસ સ્ટેશને આપતા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તપાસ પી એસ આઈ એન જે ટાપરીયા કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY