ભાજપ અને કોંગ્રેસની વિચારધારા અલગ, કિયારેય ગઠબંધન નહીં થાય : પ્રિયંકા ગાંધી

0
7

રાયબરેલી,તા.૨
લોકસભાની ચુંટણીનાં ચાર તબક્કા પૂર્ણ થઇ ગયા છે ત્યારે એકબીજા ઉપર આરોપ-પ્રત્યારોપ સતત વધી રહ્યા છે. બીએસપી સુપ્રિમો માયાવતીએ હવે પ્રિયંકા ગાંધી પર આરોપ લગાવતા કહ્યું છે કે, તે બીજેપીને મદદ પહોચાડી રહી છે. જેના જવાબમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, હુ કિયારે પણ તે વિનાશક વિચારધારાની સાથે સમાધાન કરીશ નહી.
પ્રિયંકાએ માયાવતીને જવાબ આપતા કહ્યું કે, હુ મારો જીવ આપી દઇશ પણ તેમની મદદ કિયારે નહી કરુ. તેણે વધુમાં કહ્યું કે, હુ આ વાતોથી હટીને ૨૦૧૯ અને ૨૦૨૨ને જાઇ રહી છુ. તેણે કહ્યું કે, આ વિચારધારાની લડાઇ છે. આ દેશ માટે, આ લોકતંત્ર માટે, લોકતંત્રને બચાવવા માટે, લોકતાંત્રિક સંસ્થાઓને બચાવવા અને તેને સુરક્ષિત રાખવાની લડાઇ છે. આ તે દેશ માટેની લડાઇ છે જેને આપણે પ્રેમ કરીએ છીએ.
જ્યારે આ બાબતે અખિલેશ યાદવે પણ કહ્યું હતું કે, કોઈ પણ પાર્ટી કિયારેય નબળો ઉમેદવાર ઊભા રાખતા નથી. યુપીમાં મહાગઠબંધનને કોઈ કંન્ટ્રોલ નહીં કરી શકે. યુપીમાં લોકો કોંગ્રેસની સાથે નથી કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંને એક જ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY