સુરત,તા.૧૨
રાયન ઇન્ટરનેશનલ સ્કૂલના બસ ચાલકો અને કંડક્ટર હડતાળ પર ઉતરી ગયા છે. જેથી બાસમાં જતા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા. છેલ્લા બે વર્ષથી સમયસર પગાર ન કરવામાં આવતો હોવાથી હડતાળ પર ઉતર્યા હોવાનું બસ ચાલકો અને કંડક્ટરોએ જણાવ્યું હતું.
પીપલોદ ખાતે આવેલી રાયન ઈન્ટરનેશનલ સ્કૂલના બસ ચાલકો અને કંડક્ટર હડતાળ પર ઉતરી જતા સંચાલકો અને વાલીઓ દોડતા થઈ ગયા છે. આજે સવારથી જ હડતાળના પગલે વિદ્યાર્થીઓ સ્કૂલ સુધી પહોંચવામાં અટવાઈ ગયા હતા. સ્કૂલ બસની હડતાળના પગલે વાલીઓને વિદ્યાર્થીઓને સ્કૂલે મૂકવા જવાની ફરજ પડી હતી.
રાયન ઈન્ટરનેશનલ સ્કૂલની સુરત જિલ્લામાં ૫ જેટલી શાખામાં આવેલી છે. જેમાં કોન્ટ્રાક્ટ પર ૧૧૩ જેટલી બસ ચાલી રહી છે. જાકે, કોન્ટ્રાક્ટ કરનાર કંપની દ્વારા છેલ્લા બે વર્ષથી સમયસર પગાર ન ચૂકવવામાં આવતા આજે બસના ચાલકો અને કંડક્ટરો દ્વારા હડતાળ ઉતરી ગયા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




