ન્યુયોર્ક,તા.૭
અભિનેત્રી નીમરત કૌરે કહ્યું હતું કે દુનિયાભરના લોકોને ઘેલું લગાડનારી અમેરિકી સ્પાય થ્રીલર સિરિયલ હોમલેન્ડમાં મને વીલન તરીકે કામ કરવાની તક મળી રહી છે તેથી હું ખૂબ ઉત્તેજિત છું.
હોમલેન્ડ સિરિયલે સાત સીઝન પૂરી કરી છે. અગાઉ નીમરત કૌર ચોથી સીઝનમાં રજૂ થઇ હતી. હવે એ ફાઇનલ સીઝનમાં ફરી રજૂ થવાની છે.
ચોથી સીઝનમાં નીમરત કૌરે પાકિસ્તાનની આઇએસઆઇની મહિલા જાસૂસનો રોલ કર્યો હતો. એને સારો આવકાર મળ્યો હતો. આઠમી અને છેલ્લી સીઝનમાં એને વીલનના રોલની આૅફર થઇ હતી જે એણે સહર્ષ સ્વીકારી લીધી હતી.
નીમરતે કહ્યું હતું કે ચોથી સીઝનમાં કામ કરતી વખતે પણ મને ખૂબ આનંદ આવ્યો હતો. હવે ફાઇનલ સીઝનમાં વીલન તરીકે ચમકવા મળે છે એ મારા માટે આનંદની વાત છે. આવી સરસ અને ખૂબ વખણાયેલી સિરિયલમાં આવો મજબૂત રોલ મળે એને હું મારું સદ્ભાગ્ય સમજું છું. હું આ રોલને યાદગાર બનાવવા ભરપુર પ્રયાસો કરીશ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



