ભરૂચ નગર સેવા સદનમાં વોર્ડ નંબર ૧ની બેઠક પરથી ત્રણ મહિના અગાઉ મહિલા સભ્યએ રાજીનામું આપ્યા બાદ ખાલી પડેલ બેઠક માટે યોજાનાર પેટા ચૂંટણીના ફોર્મ ભરાયા હતાં.


ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર ૧ના કોંગ્રેસના નગર સેવક ખેરૂનીસા ઉસ્માન પટેલ દ્વારા અંગત કારણો સર રાજીનામું આપતા તેમની બેઠક પર પેટા ચુંટણી તારીખ ૭ ઓક્ટોબરના રોજ યોજાશે ત્યારે આ ચુંટણીમાં કોંગ્રેસના રઝીયા નૂર મહોમદ પટેલે આજરોજ તેમના સમર્થકો અને કોંગ્રેસના આગેવાનો સાથે પ્રાંત ઓફિસે ઉમેદવારી નોધાવી હતી.કોંગ્રેસમાં ઉમેદવારી નોધાવનાર રઝીયા પટેલ ગત ચુંટણીમાં આ જ વોર્ડમાં ભાજપમાંથી ચુંટણી લડી ચુક્યા છે જો કે તેઓએ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.ત્યારે કૉંગ્રેસમાં ઉમેદવારી બાદ પરિણામ પર સોની નજર મંડાઈ છે.વોર્ડ નંબર ૧ની પેટા ચુંટણીમાં આ તરફ ભાજપમાંથી આજે સાંજ સુધી કોઈ ઉમેદવારી પત્ર ભરાયું ન હતું.
રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા.
મો:-9904733000
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





