નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યું અને ભરૂચ તરસ્યું

0
7

પાણીના મુદ્દે ભરૂચ જિલ્લાના ભાજપ શાસકોનું ભેદી મૌન
નર્મદા નહેરનું પાણી ભરૂચ જિલ્લાના ખેડૂતોને જ મળતું નથી
નર્મદાના સુકાભઠ્ઠ પટમાં મીઠાના અગર બનવા લાગ્યા
ભરૂચ, તા.૧૩
ભરૂચ જિલ્લાનાં ખેડૂતો અને આમ નાગરિકો એક તરફ તરસે મરી રહ્ના છે અને ખેતી નામશેષ થવાની અણી પર છે. ત્યારે સ્થાનિક ભાજપી નેતાઓની નજર હેઠળ નર્મદાના નીર સૌરાષ્ટ્રમાં ઠલવાઈ રહ્ના છે.
ભરૂચ જિલ્લા ખેડૂત હિતરક્ષક સમિતિનાં કો-ઓર્ડીનેટર યાકુબ ગુરજીએ જણાવ્યું હતું કે સરદાર સરોવરમાંથી ૫૦૦ ક્યુબીક મીટર ફીટ રાજકોટ ખાતે પહોંચાડવામાં આવનાર છે અને ૪૦૦ એમસીએફટી પાણીથી આજી ડેમને છલકાવવામાં આવનાર છે. એક તરફ ભરૂચના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખાં મારી રહ્ના છે. ત્યારે ભરૂચ ભાજપના સાંસદ, ધારાસભ્યો અને અન્ય હોદેદારો મૂકપ્રેક્ષક બનીને નપાણિયા સાબિત થઈ રહ્ના છે. ભરૂચના ઘરનાં છોકરા ઘંટી ચાટે અને રાજકોટના ઉપાધ્યાયને આટો પહોંચાડનાર સરકાર સામે અવાજ ઉઠાવવાની મગદૂર પણ ભરૂચના નેતાઓમાં નથી એ જિલ્લાવાસીઓની કમનસીબી છે.
એક તરફ નર્મદા નદી સાવ જ કોરી કટ છે. દરિયાનાં પાણી બિન્દાસ્ત રીતે નર્મદાના પટમાં ફેલાઈ રહ્ના છે. ખેતીની જમીનો લીલા શાકભાજી, અનાજનાં બદલે હવે મીઠાના અગર બનાવવા લાયક થઈ ગઈ છે. ત્યારે પણ નેતાગીરી જાગતી નથી. એ અફસોસની વાત છે. ભરૂચ જિલ્લાની ખેતીની જમીનોને એકતરફ પ્રદૂષણે પડતર બનાવી છે તો બીજી તરફ નર્મદા નદીનાં નીર સૂકાતા ભૂગર્ભજળ સ્તર પણ ઊંડા ઊતરી જવાથી વધુને વધુ જમીનો ખલાસ થઈ રહી છે. આ પરિસ્થિતિમાં જગતનો તાત નિરાદાર થઈ રહ્ના છે. પાણીની એ હદે અછત સર્જાઈ છે કે લોકો પાણીચોરી કરવા મજબૂર થઈ રહ્ના છે. આ પરિસ્થિતિમાં ભરૂચ જિલ્લાના તમામ પક્ષના નેતાઓની ચૂપકીદી લોકોને અકળાવી રહી છે. જનપ્રતિનિધિ કે જનસેવકનો દાવો કરનારા ધારાસભ્યોના આ દાવા સાવ પોકળ અને ચૂંટણી પૂરતા મર્યાદિત સાબિત થઈ રહ્ના છે. ત્યારે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા જિલ્લાના નેતાઓ જાગૃત બની નર્મદાને જીવંત કરવા એક થાય એવી માંગ કરાઈ છે. સાથે જ જિલ્લાની જનતા ખેડૂતો પણ આ બાબતે આગળ આવે એ પણ અનિવાર્ય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY