ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સ માટે બેંક નાણાં ન આપતી હોવાનો ગડકરીનો આરોપ

0
73

આરબીઆઈ પર જટિલતા વધારવાનો પણ આરોપ લગાવ્યો
ન્યુ દિલ્હી,તા.૧૮
આરબીઆઈની બોર્ડ મીટિંગ પહેલા કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ પણ કેન્દ્રીય બેન્કને નિશાને લીધી છે. ગડકરીએ કહ્યું છે કે ઈફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સ માટે બેંક નાણાં આપી રહી નથી. આરબીઆઈ બાધક હોવાની વાત પણ ગડકરીએ કરી છે. તેમમે કહ્યું છેકે બે લાખ કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સના ફંડિંગમાં મુશ્કેલી આવી રહી છે. તેમણે આરબીઆઈ પર જટિલતા વધારવાનો આરોપ પણ લગાવ્યો છે. આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલને લઈને કરવામાં આવેલા સવાલના જવાબમાં ગડકરીએ કહ્યું છે કે અનુભવ સારો નથી.
કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે બેંકો દ્વારા બે લાખ કરોડ રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોને નાણાંકીય ફંડિંગ થઈ રહ્યું નથી. જ્યારે આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો બેંકો માટે સોનારી તક છે. તેમણે આરોપ લગાવ્યો છે કે રિઝર્વ બેંક દ્વારા આમા વધારાની જટિલતા ઉમેરાઈ રહી છે. ગડકરીએ કહ્યું છે કે તેમની પાસે ઓછામાં ઓછી દોઢસો યોજનાઓ છે. તેનો ખર્ચ બે લાખ કરોડ રૂપિયા છે. પરંતુ રોકાણકારો માટે બેંકોમાંથી લોન લેવી મુશ્કેલ બની ગઈ છે.
કેન્દ્રીય પ્રધાન ગડકરીએ ફંડિંગમાં સમસ્યાને આરબીઆઈના નિદેશક મંડળની બેઠકના એક દિવસ પહેલા ઉઠાવ્યો છે. ગડકરીએ કહ્યું છે કે જ્યાં સુધી વિકાસદરનો સવાલ છે. આરબીઆઈ પાસે દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સમર્થન આપવાનો આ યોગ્ય સમય છે. પરંતુ ઘણીવાર આરબીઆઈનો પરિપત્ર જટિલતામાં વધારો કરે છે. તેમણે કહ્યું છે કે જ્યારે તેમણે પોતાના મંત્રાલયનો પદભાર ગ્રહણ કર્યો હતો. ત્યારે કુલ ૪૦૩ યોજનાઓ હતી.
તેની કુલ કિંમત ૩.૮૫ લાખ કરોડ રૂપિયા હતી. તેનો ટ્રેક રેકોર્ડ સારો રહ્યો છે. આનાથી તેમણે ભારતીય બેંકોના ત્રણ લાખ કરોડ રૂપિયા બચાવ્યા છે. નહીંતર તેઓ ફસાઈ ગયા હોત અને બેંકોને તેમણે એનપીએ ઘોષિત કરવી પડત. જ્યારે ગડકરીને સવાલ કરવામાં આવ્યો કે શું તેઓ આ મામલો આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ સમક્ષ ઉઠાવશે? તેના જવાબમાં કેન્દ્રીય પરિવહન પ્રધાને કહ્યું છે કે આ તેમનું કામ નથી અને ખરાબ અનુભવ માટે તેઓ તેમને મળવા ઈચ્છશે નહીં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY