તિલકવાડાના રેંગણ ગામના વી એચ પી કાર્યકરને મારનાર ત્રણ ઈસમોને ત્રણ વર્ષ ની સજા ફટકારી કોર્ટ 

0
280

ફેબ્રુઆરી 2012 ના વર્ષ માં ગામનાજ ત્રણ યુવાનોએ વિશ્વ હિન્દૂ પરીસદ ના કાર્યકર ને હોકી વડે મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

રાજપીપલા: નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકાના રેંગણ ગામે રહેતા ફરિયાદી સુરેશ બાબુભાઇ બારીયા પોતે વિશ્વ હિન્દૂ પરિસદ ના કાર્યકર હોય એમને ગત તારીખ 24-2-2012 ના રોજ આરોપીઓ પૈકી અસરફખાન સઈદખાન ઘોરી,અલ્તાફહુસેન બાબાસાહેબ દાયમાં અને અલ્લાઉદીન જમિયતખા દાયમાં ( ત્રણેય રહે,રેંગણ,તા.તિલકવાડા ) એ ધમકી આપતા જણાવ્યું હતું કે તું વી એચ પી નું કામ છોડી દે નહિ તો તને મારી ને ફેંકી દઇશુ તેમ કહી આરોપી નં.2 અલ્તાફ દાયમાં તથા નં.3 અલ્લાઉદીન દાયમાં એ ફરિયાદી સુરેશ બારીયા ને પકડી રાખી આરોપી નં.1 અસરફખાન ઘોરી એ હોકી વડે બરડા માં સપટા.જાનથી મારી નાખવાની ધમકી આપતા આ ત્રણેય વીરૂૂદ્ધ ફરિયાદ થઈ હતી ત્યારે આ કેસ તિલકવાડા કોર્ટ માં ચાલી જતા સરકારી વકીલ પ્રવીણ.ડી.લીમ્બાચીયા ની ધારદાર દલીલો ને ગ્રાહ્ય રાખી મેજિસ્ટ્રેટ કે આર ગોહેલ સાહેબે ત્રણેય આરોપીઓને ત્રણ વર્ષ ની સાડી કેદની સજા અનર 1500/- લેખે કુલ 4500/- રૂપિયા નો દંડ ફટકાર્યો હતો.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.ન.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY