ન્યૂયોર્ક,તા.૧૭
દિવસે-દિવસે બાળકીઓ સાથે બળાત્કારની ઘટનાઓ વધી રહી છે. પરંતુ હવે એવો મામલો સામે આવ્યો છે કે જેને સાંભળીને તમને વિશ્વાસ આવશે નહીં. અમેરિકામાં નશામાં ધૂત એક શખ્સે એક મહિનાની બાળકી સાથે બળાત્કાર બાદ શેતાનની બધી હદો પાર કરી નાખી છે. આ મામલે સૌથી વધારે ચોંકાવનારી વાત એ છે કે બળાત્કારનો કોઈ શખ્સ આરોપી નથી, પરંતુ બાળકીનો પિતા છે.
આ મામલો ચાર વર્ષ પહેલાનો છે. દુષ્કર્મ વખતે મેડિનાની પુત્રી લગભગ એક મહિનાની હતી. ડ્રગ્સના ગુલામ પેટ્રોસિયો મેડિના (૨૭) બાળકીની સાથે ક્રૂરતા આચરતી વખતે ખૂબ જ નશામાં હતો. કળયુગી પિતાએ બાળકી પર ખરાબ રીતે ક્રૂરતા આચરી છે કે છોકરા પગ અને હાડકા તોડી નાખ્યાં છે.
કોર્ટે ગયા ગુરૂવારે શેતાન પિતાને દોષી ઠેરવીને કુલ ૨૪૦ વર્ષની જેલની સજા સંભળાવી છે, જે ૮૦-૮૦ વર્ષના ત્રણ ભાગોમાં આપી છે. મેડિનાને ૮૦ વર્ષની સજા પૂર્ણ કર્યા બાદ જ જામીન મળશે. કોર્ટે આરોપી પિતા પર લગભગ ઇં૧૦,૦૦૦નો દંડ લગાવ્યો છે. સાથે જ કોર્ટે બાળકીની માતાને પણ દોષિત ઠેરવી છે. કોર્ટમાં સુનાવણી દરમ્યાન પોલીસે જણાવ્યું કે, જ્યારે સૂચના મળ્યા બાદ તેઓ મેડિનાના ઘરે પહોંચ્યા હતાં ત્યારે તેઓ ડ્રગ્સના નશામા હતાં. ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. અત્યારે દીકરીની ઉંમર ફક્ત ૪ વર્ષ છે.
આ અગાઉ અમેરિકામાં પણ ૧૦ વર્ષની દીકરી સાથે બળાત્કારની ઘટના સામે આવી હતી. ૧૦ વર્ષની માસૂમ બાળકી સાથે તેણે ઘણી વખત બળાત્કાર કર્યો હતો. પીડિતા તેની ગર્લફ્રેન્ડની દીકરી છે. કોર્ટે બળાત્કારના આરોપીને ૧૬૦ વર્ષની સજા સંભળાવી હતી. સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે તેન ૧૩૬ વર્ષ સુધી જામીન પણ મળશે નહીં. કોર્ટમાં ૨ વર્ષ સુનાવણી બાદ નિર્ણય આવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



