આ હાર આત્મવિશ્વાસની નહિ અહંકારની હાર છે : રેશ્મા પટેલ

0
6

ગાંધીનગર,તા.૧૨
પાંચ રાજ્યોની ચૂંટણીમાં હારને લઈને ભાજપમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભાજપના જ નેતાએ આ હારને અભિમાનનું પરિણામ ગણાવ્યું છે. જેમાં રેશ્મા પટેલે ભાજપની અભિમાનના કારણે હાર થયાનું ટ્‌વીટ કર્યું છે. રેશ્મા પટેલે જણાવ્યું છે કે પ્રજાના આશુ સત્તા માટે ખતરો બન્યા છે.
પાંચ રાજ્યના ચૂંટણી પરિણામો પર ભાજપના રેશ્મા પટેલ હવે સરકાર સામે પડ્યા છે. પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)માંથી એક વર્ષ પહેલા ભાજપમાં જાડાયેલા રેશ્મા પટેલે એક ટિવટ કરીને કહ્યું છે કે, આત્મવિશ્વાસની નહીં પરંતુ આ અહંકારની હાર છે.
ત્રણ રાજ્યમાં હાર થતાં જ રેશ્મા પટેલે કટાક્ષ કરતું ટિવટ પોતાની જ સરકાર વિરુદ્ધ કર્યું હતું. રેશ્મા પટેલે ટિવટમાં એવું પણ લખ્યું છે કે જનતાના એક એક આશુ સરકાર માટે ખતરા સમાન છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY