જૂનાગઢ,તા.૧૨
જૂનાગઢના પંચેશ્વર રોડ પર એક શખ્સ દૂધના કેનમાં દેશી દારૂની ડિલેવરી કરતો હોવાની મળેલ માહિતીના આધારે પોલીસે આ શખ્સની રૂ.૩૨૧૦૦ ના મુદ્દામાલ સાથે મજેવડી દરવાજા પોલીસ ચોકી પાસેથી ધરપકડ કરી છે.
જૂનાગઢ આર.આર.સેલ. પી.આઈ. ડી.બી.પીઠીયા અને સ્ટાફને મોટરસાયકલ પર દૂધના કેનમાં દેશી દારૂની ડિલીવરી થવાની છે એવી માહિતી મળતા પોલીસે વોચ ગોઠવી હતી.
દરમિયાનમાં પંચેશ્વર વિસ્તારમાં રહેતા બીજલ દેવા રબારી મોટરસાયકલ પર દૂધના કેન સાથે મજેવડી દરવાજા પોલીસ ચોકી પાસેથી નિકળતા તપાસ કરતા દૂધના કેનમાંથી રૂ.૧૩૦૦ની કિંમતનો દેશી દારૂ, ૪ કેન, મોટરસાયકલ સહિત કુલ રૂ.૩૨૧૦૦ ના મુદ્દામાલ સાથે બીજલની ધરપકડ કરી બી-ડિવીઝન પોલીસને હવાલે કર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






