રાજકોટ,તા.૩૦
રાજકોટ શહેરમાં હાલમાં પાણીના પાઉચના ઉત્પાદન, વેંચાણ તથા વપરાશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલો છે. જેના વિકલ્પ તરીકે પાણીની પ્લાસ્ટીકની પેટ બોટલનો વપરાશ વધી ગયેલ છે. લોકો દ્વારા આ પ્લાસ્ટીકની પેટ(ઁઈ્) બોટલ જયાં ત્યાં ફેંકવામાં ન આવે અને આ બોટલને રીવર્સ વેન્ડીંગ મશીનમાં નાખવામાં આવે તો, પાણીની પ્લાસ્ટીકની પેટ (ઁઈ્) બોટલનું રીસાયકલ ખુબ સારી રીતે થઇ શકે, તથા લોકોને પાણીની પ્લાસ્ટીકની પેટ (ઁઈ્) બોટલના બદલામાં ડીસ્કાઉન્ટ કુપન મળે તથા શહેરની સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુથી શહેરમાં જુદા-જુદા દસ સ્થળોએ આ પ્રકારના રીવર્સ વેન્ડીંગ મશીન ઇન્સ્ટોલ કરવાની તથા ત્રણ વર્ષ માટે ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ (ઁઁઁ) ધોરણે આપવા અંગેની દરખાસ્ત મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ સ્ટેન્ડીંગ કમિટીમાં રજુ કરી છે
આ રિવર્સ વેન્ડિગ મશીનો રેસકોર્ષ, લીમડા ચોક, સર્વેશ્વર ચોક, ર્ગીનલેન્ડ ચોકડી, માધાપર ચોકડી, કે.કે.વી ચોક, હોસ્પિટલ ચોક, રાજકોટ મહાનગરપાલિકાની ઓફિસ અને રેલ્વે સ્ટેશન પર મૂકવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




