વડોદરા,તા.૩૦
ગુજરાતમાં બાળક ચોરની અફવાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. બાળક ચોરવાની અફવા અને શંકાના નામે નિર્દોષ લોકોને ઢોર માર મારવામાં આવી રહ્યો છે. આવા કિસ્સાઓ રોજેરોજ બહાર આવી રહ્યા છે, ત્યારે આજે જુનાગઢ અને વડોદરામાં બે ઘટનાઓ બની છે.
વડોદરામાં એક શખ્સને ઢોર માર માર્યો
વડોદરાના વાઘોડિયામાં બાળકો ઉઠાવતી ગેંગની અફવાને પગલે લોકોએ એક શખ્સને ઢોર માર માર્યો છે. છોકરા ઉઠાવતી ટોળકીનો સાગરિત હોવાની શંકાએ લોકોએ એક શખ્સને પકડ્યો હતો. ગામમાં રમતા છોકરાની પાછળ પાછળ જતાં એક શખ્સને ગ્રામજનોએ ઝડપી પાડ્યો હતો. માત્ર શંકાના આધારે ગ્રામજનોએ દોરડા વડે બાંધીને તેને ઢોર માર માર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આ વીડિયો વાઘોડિયાના ગજાદર ગામનો છે.
જુનાગઢમાં મહિલાને ઢોર માર મરાયો
પોલીસે આ વાત અફવા હોવાનું કહ્યાં છતા, જુનાગઢના દામોદર કુંડ પાસે એક મહિલાને બાળકના અપહરણ કર્યાના નામે માર મારવામાં આવ્યો હતો. એક મહિલાએ બીજી મહિલાને માર મારીને ધમકાવી હતી. જાકે, આ મામલે પોલીસ ફરિયાદ નથી કરાઈ. પણ આ વીડિયો ક્યારનો છે, તેની માહિતી હજી મળી નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



