બીજા નંબરે કેડિલાના પંકજ પટેલ ૩૨ હજાર ૧૦૦ કરોડના માલિક પ્રથમ વખત ગુજરાતના અમીરોનું લિસ્ટ જાહેર,ગૌતમ અદાણી પ્રથમ સ્થાને

0
30

ગાંધીનગર,તા.૨૫
દેશના સૌથી મોટા અમીર મુકેશ અંબાણીની સંપત્તિમાં છેલ્લાં એક વર્ષ દરમિયાન દરરોજ રૂ.૩૦૦ કરોડનો ઉમેરો થયો છે. બર્કલેઝ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ ૨૦૧૮માં આ વાતનો ખુલાસો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ૩ લાખ ૭૧ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ સાથે આ યાદીમાં સતત સાતમાં વર્ષે પહેલાં સ્થાને રહ્યાં છે.
ઉપરાંત એ બાબત પણ સૌથી ધ્યાન ખેંચે છે કે, આ યાદીમાં બીજા, ત્રીજા અને ચોથા સ્થાને રહેલા અનુક્રમે એસપી હિન્દુજા એન્ડ ફેમિલી, એલએન મિત્તલ એન્ડ ફેમિલી અને અઝિમ પ્રેમજીની સંપત્તિના કુલ સરવાળા કરતાં મુકેશ અંબાણીની સંપત્તિ વધારે થાય છે.
આ સિવાય દેશની જા વાત કરવામાં આવે તો યાદીમાં સમાવિષ્ટ મુકેશ અંબાણી પછીના આ ધનાઢ્યોની સંપત્તિ અનુક્રમે રૂ. ૧,૫૯,૦૦૦ કરોડ, રૂ. ૧,૧૪,૫૦૦ કરોડ અને રૂ. ૯૬,૧૦૦ કરોડ છે. બર્કલેઝ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ ભારતના એ ધનવાન વ્યક્તિઓની યાદી છે જેમની નેટવર્થ રૂ.૧૦૦૦ કરોડ કે તેથી વધારે હોય છે. વર્ષ ૨૦૧૮ની યાદીમાં આવા ધનાઢ્યોની સંખ્યામાં પાછલાં વર્ષની સરખામણીએ લગભગ એક તૃત્યાંશ જેટલો વધારો થયો છે. વર્ષ ૨૦૧૭ની યાદીમાં ૬૧૭ ધનપતિઓ હતા જેમની સંખ્યા વર્ષ ૨૦૧૮માં વધીને ૮૩૧ થઇ ગઇ છે. સન ફાર્માના દિલીપ સંઘવી આ યાદીમાં પાંચમાં સ્થાને છે. પાછલાં વર્ષે તેઓ ત્રણ સ્થાન ઉપરની તરફ હતા.
આ સિવાય જણાવવાનું કે, બર્કલેઝ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ ૨૦૧૮એ બહાર પાડેલા લિસ્ટમાં ગુજરાતના કેટલાંક અમીરવતોના નામોનો સમાવેશ થાય છે. જે નીચે મુજબ છે.
પ્રથમ નંબર પર ગૌતમ અદાણી ૭૧ હજાર ૨૦૦ કરોડ
બીજા નંબર કેડિલાના પંકજ પટેલ ૩૨ હજાર ૧૦૦ કરોડ
ત્રીજા નબર AIA એન્જીનિયરીંગના ભદ્રેશ શહ રૂ.૯૭૦૦ કરોડ
ચોથા નંબર પર નિરમાના કરસનભાઈ પટેલ રૂ. ૯૬૦૦ કરોડ
પાંચમા નંબર પર ટોરેન્ટ ફાર્મા.ના સમીર મહેતા રૂ.૮૩૦૦ કરોડ
છઠ્ઠા નંબર પર ટોરેન્ટના સુધીર મહેતા ૮૩૦૦ કરોડ
સાતમા નંબર પર નિરમાના રાકેશ પટેલ રૂ.૫૯૦૦ કરોડ
આઠમા નંબર પર એસ્ટ્રાલ પોલી ટેક્નિક સંદીપ પ્રવીણભાઈ રૂ.૫૩૦૦ કરોડ
નવમા નંબર પર અરવિંદના સંજય લાલભાઈ રૂ.૪૯૦૦ કરોડ
દસમા નંબર પર સિમ્પફનીના અચલ બકેરી રૂ.૪૮૦૦ કરોડ

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY