મોરબી પંથકમા દારૂબંધી માત્ર કાગળ પર …!! મોરબી બી ડીવીઝન પોલીસે પ્રોહીબીશનનો ગુન્હો નોંધ્યો
ગાંધીના ગુજરાતમાં આમ તો કાગળ પર દારૂબંધી છે જોકે ગુજરાતના કોઈપણ સ્થળે જોઈએ તેટલો દારૂ મળી જતો હોય છે અને પ્યાસીઓ પોતાની પ્યાસ બુઝાવતા હોય છે તો કાયદાના રક્ષક પણ ભક્ષક બની રહ્યા હોય તેમ તાજેતરમાં એક પોલીસ કોન્સ્ટેબલ પીધેલી હાલતમાં ઝડપાયો હતો
બનાવની મળતી માહિતી મુજબ હાલ મોરબીના ઉમા ટાઉનશીપ નજીક વિદ્યુતનગરમાં રહેતા અને મૂળ માળિયાના મોટાભેલાના વતની ભગીરથસિંહ કિશોરસિંહ જાડેજા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરજ બજાવે છે જે ગત તા. ૧૫ ના મોડી રાત્રીના સમયે નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા જેને પગલે બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોઢિયાએ ફરિયાદી બનીને નશો કરેલા પોલીસ કોન્સ્ટેબલ સામે પ્રોહીબીશન મુજબ ગુન્હો નોંધ્યો છે દારૂ અને જુગાર જેવી બદીઓ રોકવાનું કામ જ પોલીસનું છે પરંતુ પોલીસ જ નશો કરવા લાગશે તો સમાજને બરબાદ થતા કોઈ રોકી શકશે નહિ અને કાયદાના રક્ષકે પોતાની જવાબદારીનું ભાન હોવાનું જોઈએ તેવી ચર્ચા પણ નાગરિકોમાં જોવા મળી રહી છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




