ભાવનગર અકસ્માત : સારવાર દરમ્યાન વધુ બેના મોત,મૃત્યુઆંક ૩૨ પર પહોંચ્યો

0
125

બોટાદ,
તા.૭/૩/૨૦૧૮

ભાવનગરના ઉમરાળાના રંઘોળા ગામે થયેલા ગમખ્વાર અકસ્માતની ઘટનામાં મૃત્યુઆંક વધી રહ્યો છે..આ અકસ્માતમાં ઘાયલોને બચાવવાને તમામ પ્રયાસ વચ્ચે પણ વધુ એક વ્યક્તિનું મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક ૩૨ સુધી પહોંચી ગયો છે. અકસ્માતમાં ઘાયલોને સર.ટી હોસ્પિટલ, શિહોર સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. જેમાં સર.ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અનિડા ગામના બટુકભાઈ પરમારે મોડીરાતે અંતિમ શ્વાસ લીધા. અને મૃત્યુઆંક ૩૨ થયો છે. હજુ પણ કેટલાય લોકોને હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે.

મંગળવારે અનિડા ગામથી ૬૦ જેટલા જાનૈયા લઈ જતો ટ્રક રંઘોળા ગામ પાસેના નિર્માણાધિન બ્રિજ પરથી પસાર થતા હતો.તે સમયે ટ્રક નાળામાં પડતા ૧૮ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે અન્ય ૧૩ લોકોના સારવાર દરમિયાન મોત થતા સમગ્ર અનિડા ગામમાં માતમ છવાયો હતો. આ ઘટનાને લઈને તપાસના આદેશ આપ્યા છે. મૃતકોના પરિવારને ચાર-ચાર લાખની સહાય સરકારે જાહેર કરી છે. તેમજ સારવારનો તમામ ખર્ચ પણ રાજ્ય સરકાર ઉઠાવી રહી છે. જાકે, લીલા તોરણે લગ્ન માટે ગયેલી જાનના જાનૈયાઓના મૃતદેહ વતન પરત આવ્યા અને તેમની અંતિમવિધિમાં સમગ્ર ગામ હિબકે ચડ્યુ હતુ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY