પાક.વિદેશ મંત્રીને સા.અરબના પ્રિન્સે ઘડિયાળ સહિત ૬૩ લાખની કિંમતી ભેટો આપી

0
15

રિયાધ/ઇસ્લામાબાદ,તા.૧૪
સાઉદી અરબનાં શહેજાદા મોહમ્મદ બિન સલમાને પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મોહમૂદ કુરૈશીને રોલેક્સની ઘડિયાળ સહિત ૬૩ લાખ રૂપિયાની કિંમતી ભેટો આપી છે. તેમણે આ ભેટ સપ્ટેમ્બર ૨૦૧૮માં આપી જ્યારે કુરૈશી ખાડી દેશોની યાત્રાએ ગયા હતા. પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયે શહેજાદાની શનિવારે થવા જઇ રહેલી દેશની હાઈપ્રોફાઇલ યાત્રા પહેલા સાઉદી અરબ તરફથી કુરૈશીને આપવામાં આવેલી ૬૩,૫૦,૦૦૦ રૂપિયાની ભેટોની જાણકારી આપી હતી.
પાકિસ્તાની મીડિયાએ વિદેશ મંત્રાલયનાં દસ્તાવેજાનાં આધારે બુધવારે જણાવ્યું કે કુરૈશી શહેજાદા સલમાન તરફથી મળેલી લાખો રૂપિયાની ભેટ જમા કરાવી. નવ અને દશ તારીખે આ દસ્તાવેજામાં કહેવામાં આવ્યું કે પ્રધાનમંત્રી ઇમરાન ખાનની ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૮ની યાત્રા દરમિયાન વિદેશ મંત્રીને આ ભેટ આપવામાં આવી. આ ભેટમાં કુરૈશીને રાલેક્સની એક ઘડિયાળ, રત્નોથી જડવામાં આવેલી સોનાની એક પેન, સોનાની એક જાડી કફ લિંક, કિંમતી રત્નોથી જડેલી સોનાની ચેન અને સોનાની એક વીંટી આપવામાં આવી.
પાકિસ્તાને કહ્યું કે, “મોહમ્મદ બિન સલમાન પોતાની બે દિવસીય યાત્રા પર શનિવારે ઇસ્લામાબાદ આવશે. આ દરમિયાન પાકિસ્તાનમાં અરબો ડાલરનાં રોકાણનાં અનેક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY