આરજેડી સુપ્રિમે લાલુનું આત્મસમર્પણ,કોર્ટે જેલ મોકલ્યા

0
17

રાંચી,તા.૩૦
ઘાસચારા કૌભાંડ સાથે જાડાયેલા કેસમાં સજા કાપી રહેલા રાજદ પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે ગુરુવારે રાંચીની કોર્ટમાં સરેન્ડર કર્યુ છે.
લાલુ ૧૦ મેએ તેમના પુત્ર તેજપ્રતાપ યાદવના લગ્ન માટે બહાર આવ્યા હતા. જે બાદ લગભગ ૧૧૦ દિવસ બાદ જેલ પાછા ફરશે. લાલુ યાદવ અહીંથી સીધા જેલમાં જશે. આ બાદ તેમને રિમ્સ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી શકે છે.
સરેન્ડર કર્યા પહેલા લાલુ યાદવે કહ્યું કે તેમને ન્યાય વ્યવસ્થા પર પૂર્ણ વિશ્વાસ છે. જે પણ કોર્ટનો આદેશ હશે તે તેનું પાલન કરશે. અમારી કોઈ ઈચ્છા નથી. જાકે લાલુએ કહ્યું કે રિમ્સ હોસ્પિટલમાં સુવિધાઓની અછત છે. ત્યાં ઈન્ફેક્શન ફેલાયેલુ છે.
લાલુ યાદવ છેલ્લા કેટલાક દિવસોથી જામીન પર હતા. તે મુંબઈમાં પોતાની સારવાર કરાવી રહ્યા હતા. લાલુના સરેન્ડર કર્યા પહેલા ગુરુવારે ઝારખંડ વિકાસ મોર્ચા (ત્નફસ્) ચીફ બાબુલાલ મરાંડીએ રાંચીમાં તેમની મુલાકાત કરી.
લાલુ યાદવ સાથે મુલાકાત કર્યા બાદ બાબુલાલ મરાંડીએ કહ્યું કે રાજકારણના કારણે ભાજપ લાલુ યાદવ પર નિશાન સાધી રહી છે. આ સરકારનું ચાલે તો દલિતોનો અવાજ ઉઠાવનાર ગોળી ચાલવા દે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY