વિવિધ કૌશલ્ય આધારિત રોજગારી અપાવવામાં રાજ્ય સરકાર ક્યારેય કચાસ નહીં રાખે: ચુડાસમા

0
56

રાજપીપળા :
સરદાર સરોવર નર્મદા યોજનાથી પ્રભાવિત થતાં અસરગ્રસ્ત કુટુંબોનાં યુવાનોને રોજગારી આપવામાં રાજ્ય સરકારે પહેલેથી અગ્રતા આપી છે અને હજીપણ આગામી દિવસોમાં આવા યુવાનોને ચોક્કસ પ્રકારના કૌશલ્ય માટે તાલીમ આપીને વિવિધ ઔદ્યોગિક એકમોમાં સત્વરે રોજગારીની વ્યવસ્થા કરવા રાજ્ય સરકાર કૃતનિશ્વયી છે, તેમ વરિષ્ઠ મંત્રી અને હાલ નર્મદા વિભાગનો હવાલો સંભાળતા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે અત્રે કેવડીયા કોલોની ખાતે જણાવ્યું હતું. આજે કેવડીયા ખાતે સરોવર નર્મદા યોજનાથી પ્રભાવિત થતાં અસરગ્રસ્ત કુટુંબોનાં પ્રશ્નોની રજૂઆત માટે આવા પરિવારોનાં પ્રતિનિધિઓ સાથે મંત્રી ચુડાસમાએ નર્મદા જિલ્લા પ્રભારી મંત્રીvબચુભાઇ ખાબડ, સાંસદ રામસિંહભાઇ રાઠવા, જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા, સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સીના કમિશનર શાહમીના હુસૈનની ઉપસ્થિતિમાં બેઠક યોજી હતી.

આ બેઠકમાં ચુડાસમાએ ખાસ કરીને આવા પરિવારોનાં રોજગારલક્ષી પ્રશ્નોના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, હાલમાં આવા ૩૮ જેટલા યુવાનોને વિવિધ કૌશલ્ય આધારિત તાલીમ પણ અપાઇ છે અને તેઓને ભરુચ સુધીના વિવિધ ઔદ્યોગિક એકમોમાં અંદાજિત રૂા. ૨ લાખના વાર્ષિક પેકેજથી ૧૦૦ ટકા પ્લેસમેન્ટ પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકારના રહેવા-જમવાના સંપૂર્ણ ખર્ચ અને સ્ટાઇપેન્ડ સાથે વધુ ૫૦ યુવાનોને કૌશલ્યલક્ષી તાલીમ પણ અપાઇ છે, તેમ ચુડાસમાએ જણાવ્યું હતું. આજે આ બેઠકમાં અસરગ્રસત પરિવારોના પ્રતિનિધિઓએ વિવિધ રજૂઆતોના અંતે આ બેઠકને ફળદાયી લેખાવી રાજ્ય સરકારે અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે દાખવેલા સહાનુભૂતિપૂર્વકના અભિગમ બદલ આભારની લાગણી પણ વ્યક્ત કરી હતી. આ પ્રતિનિધિઓએ એમ પણ જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત પરિવારોનાં પ્રશ્નો પ્રત્યે સહાનુભૂતિપૂર્વક અભિગમ દાખવી વિશ્વાસનું વાતાવરણ જન્માવ્યું છે.ખાસ કરીને આગામી દિવસોમાં કેવડીયામાં ટૂંક સમયમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ પૂર્ણ થવાનું છે, ત્યારે આગામી દાયકાઓ સુધી આ વિસ્તારમાં જ રોજગારીની અસંખ્ય તકો ઉપલબ્ધ થવાની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ સાથે કેવડીયાની આસપાસ ૫૦૦ જેટલા ટેન્ટ સીટીનું નિર્માણ થનારૂં છે અને તેની સાથે જ રોજગારીની વિપૂલ શક્યતાઓ નિર્માણ થવાની છે, તેમ જણાવી ચુડાસમાએ બેઠકમાં ઉપસ્થિત આગેવાનોને સ્પષ્ટપણે એવી ખાત્રી આપી હતી કે, આવા પરિવારો પોતાના સંતાનોને વિવિધ કૌશલ્ય સાથેની તાલીમ અપાવવામાં જો તત્પરતા દાખવશે, તો ભવિષ્યમાં સ્થાનિક કક્ષાએ જ રોજગારીની તકો ઉપલબ્ધ થશે અને રાજ્ય સરકાર પણ સરદાર સરોવરના અસરગ્રસ્ત પરિવારોને રોજગારી આપવામાં તત્પરતા દાખવશે.

આ બેઠકમાં સરદાર સરોવર યોજનાના અસરગ્રસ્ત પરિવારોના પ્રતિનિધિઓ જશુભાઇ ભીલ, જીકુભાઇ તડવી, કરણસિંહ વસાવા વગેરેએ અસરગ્રસ્તોના પ્રશ્નોની વિગતવાર રજૂઆત કરી હતી. આ તમામ રજૂઆતો પ્રત્યે ચુડાસમાએ સહાનુભૂતિપૂર્ણ અભિગમ દાખવી રાજ્ય સરકાર આવા પરિવારોની સાથે જ છે તેમ જણાવ્યું હતું. ત્રણ રાજ્યોનાં અસરગ્રસ્તોને “કટઓફ ડેટ” નક્કી કરી ત્રણ રાજ્યોના અસરગ્રસ્તોને સરખા ગણવા તે અંગેની અસરગ્રસ્ત પરિવારોની રજૂઆત સંદર્ભે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુંું હતું કે, આ માટે જી.આઇ.આર.નો જે આખરી નિર્ણય થશે તે નિર્ણયનું પાલન કરવા રાજ્ય સરકાર તૈયાર છે. આ પ્રશ્ને અગાઉની બેઠકોમાં આ જ પ્રકારનો નિર્ણય લેવાયેલો જેમાં અસરગ્રસ્ત પરિવારોના પ્રતિનિધિઓ પણ સહમત થયા હતાં, તેમ ચુડાસમાએ જણાવ્યું હતું. આ બેઠકમાં અસરગ્રસ્ત પરિવારોના પ્રતિનિધિઓએ જેટલી જમીન ડુબમાં ગઇ હોય તેટલી જમીન આપવા બાબતે રજૂઆત કરી હતી, તે અંગે ચુડાસમાએ જણાવ્યું હતું કે, આવી રજુઆતોના પડતર કેસમાં નિયમાનુસાર જમીન ફાળવવાનું ચાલુ જ છે, જે અસરગ્રસ્તોની જમીન ફાળવ્યા બાદ કેનાલના હેતુ માટે જમીન સંપાદિત થયેલ હતી અને તેનું વળતર જે તે પરિવારે સ્વીકાર્યું ન હતું, તેવા કુલ ૧૨ કેસમાં કપાત થતી જમીન જેટલી જમીન ફાળવી આપવાની કાર્યવાહી પણ ચાલું જ છે. આ બેઠકમાં રાષ્ટ્રીય આદિજાતિ આયોગના સભ્ય હર્ષદભાઇ વસાવા, ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી, પૂર્વ રાજ્યમંત્રી શબ્દશરણભાઇ તડવી, નર્મદા નિગમના મુખ્ય ઇજનેર પી.સી. વ્યાસ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા ઉપરાંત સ્થાનિક તેમજ સંબંધિત અસરગ્રસ્ત પરિવારોના અલગ અલગ જિલ્લાઓના પ્રતિનિધિઓ તથા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY