મોદી સરકાર જીએસટીના પાંચ સ્લેબ ઘટાડી બે સ્લેબ કરવાની તૈયારીમાં

0
28

ન્યુ દિલ્હી,તા.૮
કેન્દ્ર સરકાર જીએસટીના વર્તમાન ટેકસ સ્લેબના માળખામાં આમૂલ પરિવર્તન કરવા માગે છે અને તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે તેમ બહાર આવ્યું છે. સરકાર હવે જીએસટીના પાંચ સ્લેબને બદલે બે જ સ્લેબ રાખવા માગે છે અને આ અંગે ગંભીર વિચારણા થઈ રહી હોવાનું સેન્ટ્રલ ટેકસના ચીફ કમિશનર એ.કે.જયોતિષીએ જણાવ્યું છે. બેંગ્લોરમાં જીએસટી અંગેના વર્કશોપનું ઉદઘાટન કરતી વેળાએ ચીફ કમિશનરે કહ્યું હતું કે, જીએસટીમાં ૧૮ ટકાના સ્લેબમાંથી જ ૯૦ ટકા આવક રહે છે.
એમણે કહ્યું કે, જીએસટી આવવાથી ઉદ્યોગોની એક જાતની મુંઝવણ દૂર થઈ છે અને મોટાભાગના ઉદ્યોગો જીએસટીની સિસ્ટમ પ્રમાણે જ કામ કરતા થઈ ગયા છે. જીએસટી જયારે બહાર પાડવામાં આવ્યું ત્યારે ઘણી બધી તકલીફો ઉભી થઈ હતી અને નાના વેપારીઓથી માંડીને મોટા ઉદ્યોગો મુશ્કેલી અનુભવતા હતા. હવે કેન્દ્ર સરકાર વધુ મુંઝવણો દૂર કરવા માટે જીએસટીના સ્લેબ ઘટાડવા માગે છે અને એમ કરીને મહેસૂલી આવક ઓછી થવાની નથી.
જીએસટી આવ્યા બાદ ટેકસ ડિફોલ્ટરોને પકડવામાં મદદ મળી રહી છે અને વધુ લોકો ટેકસ ચુકવતા થઈ ગયા છે. ટેકસ ચોરીનો માર્ગ બંધ કરી દેવાયો છે. અત્યારે જીએસટી હેઠળ દર મહિને રૂ.૬૫૦૦ કરોડનું કલેકશન કરવામાં આવી રહ્યું છે અને સરળતાથી કામકાજ ચાલી રહ્યા છે. કરદાતાઓની સંખ્યા વધી ગઈ છે અને હવે તેમાં વધારો કરવામાં આવશે. જીએસટીના સ્લેબ પાંચથી ઘટીને બે થઈ જશે તો પણ સરકારની આવકમાં ફેર નહી પડે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY