રોટરેક્ટ કલબ ઓફ હળવદ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

0
97

ડોક્ટર હાઉસ, સ્ટેશન રોડ, હળવદ ખાતે એક મેગા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં હળવદ શહેર અને તાલુકાના ૫૦૦ થી વધુ દર્દીઓએ વિનામૂલ્યે લાભ લીધો હતો.

આ કેમ્પમાં નિદાન, ઈ. સી.જી., શ્વાસ ના રિપોર્ટ, બ્લડપ્રેશર, બ્લડસુગર, વગેરે બિલકુલ ફ્રી કરી આપવામાં આવ્યા હતા.
અને રૂપિયા ૬૫૦૦૦ ની દવાઓ કેમ્પમાં આવેલ દરેક દર્દીઓને ફ્રી માં આપવામાં આવી હતી.

આ કેમ્પમાં ડો. સંકેત મકવાણા એમ. ડી. મેડિસિન અને કન્સલ્ટન્ટ ફિજીસીયન , ડો. વૈશાલી મકવાણા એમ. ડી. સ્કીન, વીડી, ડો. જીગ્નેશ ચૌહાણ એમ. એસ. ગાયનેક, ડો. કુલદીપ ખાંદલા એમ. એસ. ઈ. એન. ટી. , ડો. ગૌતમ સોનગરા એમ. એસ. સર્જન, ડો. જગજીવન સોનગરા બી.ડી.એસ. ડો. પરેશ પરમાર બી.ડી.એસ. દ્વારા ડૉક્ટરી સેવા તેમજ પુનિત સોનગરા , ઉમેશ સોનગરા અને પ્રશાંત મકવાણા એ ફાર્માસિસ્ટ ની સેવા આપી હતી.

આ કૅમ્પને રોટરેક્ટ ક્લબ ઓફ હલવદ ના પ્રેસિડેન્ટ મહિપાલસિંહ જાડેજા, ચેતન અધારા, હિતેન અનડકટ, ડો. જગજીવન સોનગરા,સન્ની ત્રિવેદી, મિતેષ પટેલ, કલ્પેશ દવે, અર્પિત પટેલ,નવીન આચાર્ય, યશરાજ રાણા એ સફળ બનાવ્યો હતો. રોટરી પ્રેસિડેન્ટ ચીનુભાઈ પટેલ, સેક્રેટરી રાજેન્દ્રસિંહ રાણા, નરભેરામભાઈઅઘારા,રોહિતભાઈ મેંઢા, ડો. પરેશ પરમાર ખાસ હાજર રહ્યા હતાં.

મયુર રાવલ હળવદ
મો 9909458555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY