ન્યુ દિલ્હી,તા.૨૪
ચૂંટણીમાં તેમજ ઈવીએમ મસીનોને લઈને ઉઠતી ફરિયાદો ચૂંટણી પંચ માટે માથાનો દુખાવો બની ગઈ છે. આ સમસ્યાને નાથવા ચૂંટણી પંચ એક શાનદાર મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરી રહી છે. જા બધુ સમું સુતરૂ રહ્યુ તો આગામી લોકસભાની ચૂંટણી સુધીમાં દરેક મતદાતા પોતાના સ્માર્ટ ફોન સાથે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ‘પોલીસ’ની ભૂમિકામાં નજરે પડશે. ચૂંટણી પંચના આ પ્રોજેક્ટનું માન ‘ઈ-નેત્ર’ છે.
જા કોઈ પણ નેતા પોતાના મતવિસ્તારમાં આચાર સંહિતાનું ઉલ્લંઘન (પૈસા કે દારૂની વહેંચણી કે પછી ભડકાઉ ભાષણ) કરશે તો આ મોબાઈલ એÂપ્લકેશન મારફતે કોઈ પણ વ્યક્તિ ઘર બેઠા જ નેતાની ફરિયાદ કરી શકશે. સાથે જ પુરાવા તરીકે નેતાનો વીડિયો કે ફોટો પણ મોકલવાની રહેશે. મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓપી રાવતે આ જાણકારી આપી છે.
મુખ્ય ચૂંટણી કમિશ્નરે જણાવ્યું છે કે, અમારા આઈટી વિભાગે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક એપ્લિકેશન તૈયાર કરી છે. જેનો પાયલટ પ્રોજેક્ટ તરીકે આવનાર ચાર રાજ્યો (મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તિસગઢ અને મિઝોરમ)ની ચૂંટણીમાં પ્રયોગ કરવામાં આવશે. કર્ણાટક ચૂંટણ્બી દરમિયાન બેંગલુરૂ મ્યૂનિસિપલ કોર્પોરેશને ચૂંટણી પંચ માટે આવી એપ્લિકેશન તૈયાર કરી હતી, પરંતુ તે ચૂંટણીના થોડા સમય બાકી હતા તે દરમિયાન મળી શકી હતી. ચૂંટણી સુધીમાં આ એપને માત્ર ૮૦૦ લોકોએ ડાઉનલોડ કરી હ્તી. હવે આગામી એક મહિનાની અંદર ચૂંટણી પંચ નવી એપ્લિકેશન લોન્ચ કરશે.
રાવતે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, લાખો લોકો આ એપ ડાઉનલોડ કરીને ચૂંટણી પંચની મદદ કરશે. આ એપ દ્વાતા કોઈ પણ વ્યક્તિ આચાર સંહિતાના ઉલ્લંઘનના વીડિયો અને ફોટાને ચુપચાપ અપલોડ કરી શકશે. વીડિયો વગર પણ ફરિયાદ નોંધાવી શકાશે, પરંતુ તેના માટે ચૂંટણી પંચને જરૂરી પુરાવાઓ આપવાના રહેશે.
વીવીપેટ મુદ્દે ચૂંટણી કમિશ્નરે કહ્યુ હતું કે, અમે લોકો લાંબા સમયથી ઈવીએમનો ઉપયોગ કરી રહ્યાં છીએ. માટે ઈવીએમ નિષ્ફળ થવાનો રેશિયો માત્ર ૦.૫ થી ૦.૭ ટકા છે. વીવીપેટ હજી તમામ લોકો માટે નવું છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વીવીપેફ ફેલિયોર રેટ ૧૧.૬ ટકા હતો. અમે વીવીપેટની ટ્રેનિંગ પર ધ્યાન આપી રહ્યાં છીએ.
લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવાના મામલે રાવતે કહ્યુ હતું કે, આ નિર્ણય અમે ના કરી શકીએ. અમે તેની ચર્ચા પ્રક્રિયામાં પણ શામેલ નથી. અમે હાલ આવનાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છીએ. લોકસભાની ચૂંટણીમાં અમે દોઠ કરોડ લોકોને તૈનાત કરીએ છીએ જે એક મોટી પ્રક્રિયા છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






