ગૂગલ ડૂડલમાં ‘સમર યૂથ ઓલમ્પિક ગેમ્સ’ની ઝલક

0
7

ન્યુ દિલ્હી,તા.૬
ગુગલએ એકવાર ફરી તેના હોમપેજ પર રંગ-બેરંગી ડૂડલ બનાવ્યું છે. આજે દેખાઇ રહેલા ગુગલ ડૂડલમાં સમેર યૂથ ઓલમ્પિક ગેમ્સની એક ઝલક જાવા મળે છે. આજ એટલે કે ૬ ઓકટોબરથી તેની શરૂઆત થઇ રહી છે. જાકે આ ઓલમ્પિક અંગે ઓછા લોકોને જાણકારી હોય છે. સમર યૂથ ઓલમ્પિક રમત ૬ ઓક્ટોબરથી ૧૮ ઓકટોબર સુધી એર્જેટીનાના બ્યૂનસ આયર્સમાં આયોજીત કરવામાં આવી રહી છે. ખાસ વાત છે કે આ રમતોમાં ૧૪-૧૮ વર્ષની ઉંમરના લોકો જ ભાગ લેતા હોય છે.
વાત કરીએ ગૂગલ ડૂડલીની તો ગુગલના બીજામાં કલાકારી કરવામાં આવી છે અને તેમા અલગ-અલગ રમતોના કાર્ટૂન દ્વારા બતાવવામાં આવ્યા છે.
કોસોવો અને દક્ષિણી સૂડાન આ વર્ષે યૂથ ઓલમ્પિકમાં પ્રથમ વખત ભાગ લઇ રહ્યા છે. બ્યૂનસ આયર્સમાં ગ્રીન પાર્ક, ઓલમ્પિક પાર્ક, અર્બન પાર્ક અને ટેકનો પાર્કમાં જુદી-જુદી ગેમ્સનું આયોજન થશે. ૧૪૧ ખેલાડીઓની સાથે અર્જેંટીનાની ટીમ સૌથી મોટી છે.
ધ્યાન આપવાની વાત છે કે પ્રથણ વખત સમર યૂથ ઓલમ્પિક ગેમ્સ એશિયાથી બહાર આયોજીત કરવામાં આવી રહી છે. સૌથી પહેલા ૨૦૧૦માં સિંગાપુર અને ૨૦૧૪માં ચીનના નાનજિયાંગમાં આ ગેમ્સનુ આયોજન થયું હતું. આ ગેમ્સનું આયોજન દર ૪ વર્ષે કરવામાં આવે છે અને તેમાં સમર અને વિન્ટર એડિશન હોય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY