શર્મનાક..શહિદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કોંગી નેતાઓએ લગાવ્યા ઠુમકા..!!

0
16

રૂડકી,તા.૨૩
ઉત્તરાખંડના રૂડકીમાં પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદીમાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્ર્‌મમાં દરમિયાન નોટોનો વરસાદ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવતના પુત્ર વીરેન્દ્ર રાવત પણ હાજર રહ્યા હતા. સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના આ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા વીરેન્દ્ર રાવત પર કોંગ્રેસના કાર્યકરોએ ખુબ નોટો ઉડાવી હતી. ખુબ જ શરમજનક વીડિયો પણ સામે આવ્યો છે.
જ્યારે સૌથી વધારે ચોંકાવનારી વાત એ છે કે પોતાના કાર્યકરોને રોકવાની જગ્યાએ વીરેન્દ્ર રાવત હસતાં નજરે ચડે છે. આ કાર્યક્રમનું આયોજન શુક્રવારે ૨૨ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પત્રકારો સાથે કરેલી વાતચીતમાં વીરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
એટલું જ નહીં કોંગ્રેસના નેતાઓએ દેશભકિત સિવાયના અન્ય ગીતોની પણ ફરમાઈશ કરી જેના પર મદમસ્ત થઈને કોંગ્રેસના કાર્યકરોએ ઠુમકા લગાવતા પણ નજરે ચડ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વીરેન્દ્ર રાવત તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલ રાઠી પણ સામેલ થયા હતાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY