રૂદરપુરામાં દબાણ હટાવવા માટે અરજી કરનાર વ્યકિત પર હુમલો

0
201

સુરત, તા. ૧૮
રૂદરપુરા હિન્દુ કોલોની વિસ્તારમાં એસએમસીએ દબાણ દૂર કરતાં ચાર જણાંએ દબાણ દૂર કરવા માટે અરજી કરી હોવાનો આક્ષેપ કરી હોવાનો આક્ષેપ મૂકી એક વ્યકિત ઉપર હુમલો કર્યો હતો અને પાંચ ભાઈમાંથી એક ભાઈને અોછો કરી દેવાની ધમકી આપી હતી.
અઠવા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રૂદરપુરા હિન્દુ ગાર્ડન કોલોનીમાં રહેતા અબ્દુલ કરીમ મીંયા એહમદ હાફેજીએ આરોપી કાલુ, જાવીદ, વસીમ, સમીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઅોએ ફરિયાદીને આંતરી એસએમસીમાં અરજી કરી દબાણ દૂર કરાવેલ છે. તેવો આક્ષેપ કરી ઢીક-મુક્કીનો માર માર્યો હતો. તેમજ પાંચ ભાઈમાંથી એક ભાઈ અોછો થઈ જશે. તેવી ધમકી આપી માથાના ભાગે પથ્થર મારી ઈજા પહોંચાડી નાસી ગયા હતા. બનાવ અંગે અઠવા પોલીસે ફરિયાદ નોંધીછ તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY