સુરત, તા. ૧૮
જેટકો કંપનીનું ટ્રાન્સફોર્મર સેવણી ગામ તરફ લઈ જતી વેળા ટેલરને અટકાવી મહિલા સબ ઈનસ્પેક્ટરનો રોફ જાડી એક પરિવારે જેટકો કંપનીના નાયબ ઈજનેર ફોરેસ્ટ વિભાગના કર્મચારી સાથે બોલાચાલી કરી માર માયાનો બનાવ બન્યો હતો.
કામરેજ પોલીસ સૂતોના જણાવ્યા મુજબ જેટકો કંપનીના નાયબ ઈજનેર રાજુભાઈ માધુભાઈ ચૌધરીએ કામરેજ પોલીસ મથકે આરોપી પિંટુભાઈ જયંતિભાઈ પટેલ, ધવલ મગનભાઈ પટેલ, જયશ્રીબેન મગનભાઈ શિગાળા (રહે. સુરત) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફીરયાદમાં જણાવ્યા મુજબ કોસમાડી સેવણી રોડ ઉપરથી ટ્રાન્સફોર્મર સાથેનું ટેલર પસાર થતું હતું. ત્યારે ફોરેસ્ટ વિભાગની મંજુરી સાથે નડતરરૂપ ઝાડની ડાઇળીઅો કાપવમાં આવતી હતી અને ટ્રેલરને આગળ લઈ જવાતુ હતું. આ સમયે આરોપીઅોએ આવીજઈ આરોપી મહિલાએ પોતાની અોળખ સબ ઈન્સ્પેક્ટર તરીકે આપીને કોની મંજૂરીથી ઝાડ કાપો છે? તેવો દમ મારી ટ્રેલરને અટકાવી દીધું હતું. આ ઘટનાની જાણ થતા કાર્યવાલ ઈજનેર દેસાઈ, નાયબ ઈજનેર રાજુભાઈ ચૌધરી ઘટના સ્થળે ધસી જઈ આરોપીઅોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રોફ જમાવતા આરોપીઅોએ ઉધ્ધાઈ ભર્યું વર્તન કરી ઝઘડો કરી કર્મચારી ઉપર હાથ ઉપાડી લીધો હતો. આ ઘટનાની સમયે ગ્રામજનો પણ આવી જતા તે તેઅોની સાથે પણ આરોપીઅોએ તકરાર કરી હતી. આમ કંપનીના ફરજ પરના માણસોએ સાથે આરોપીઅોએ તકરાર કરી કાયદેસરની ફરજમાં અડચણ ઊભી કરી હતી. બનાવ અંગે કામરેજ પોલીસ રાજુભાઈ ચૌધરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




