દહેજ-ઘોઘા ફેરી સર્વિસ વાહનો સાથે મુસાફરી થઈ શકશે : રૂપાણી

0
196

 

સુરત, તા. ૦૨
શહેરના અઠવા-અડાજણ વિસ્તારને જાડવા માટે તાપી નદી ઉપર મહાનગરપાલિકા દ્વારા ૧૪૩.૬૪ કરોડના ખર્ચે બનાવેલ પંડિત દિન દયાળ ઉપાધ્યાય કેબલ સ્ટેઈડ બ્રિજનું આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હાથે લોકાર્પણ થવાની સાથે શહેરના આશરે પાંચ લાખ લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા આજે ગાંધી જયંતિ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં ૬૮૧.૫૫ કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનુંï આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હાથે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અઠવાગેટ નવી કોર્ટ બિલ્ડિંગ ખાતે સવારે સાડા દસ વાગ્યાના સુમારે મુખ્યમંત્રીના હાથે રાજ્યનો એકમાત્ર અને સમગ્ર દેશમાં કોલકાતા પછીનો સુરતનું નજરાણું કહી શકાયડ તેવા કેબલ સ્ટેઈડ બ્રિજનું લોકાર્પણ કર્યુ હતું. અઠવા તરફથી બ્રિજ ક્રોસ કરીને અડાજણ તરફના છેડે મહાનગરપાલિકાના સિટી બસ, ફાયર વિભાગના વાહનો સાધનોનું લોકાર્પણ કયુ* હતું. ત્યારબાદ પ્રધાનમંત્રી આવાસ, વાલïક ખાતે બ્રિજ સહિત વિવિધ પ્રકલ્પોનો શિલાન્યાસ કર્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી સંજીવકુમાર અોડીટોરિયમ ખાતે પ્રાસંગિક ઉદï્બોધન કર્યુ હતું. કેબલ સ્ટેઈડ બ્રિજ રૂપી નવા આઈકોનિક પ્રોજેક્ટથી રાજ્યની તમામ મહાનગરપાલિકાïમાં સુરત શહેર નંબર વન બન્યું છે તે માટે સુરત મનપાના અધિકારીઅો અને કર્મચારીઅોના વખાણ કર્યા હતા. પ્લેગ બાદ સુરતે ઉત્તરોત્તર સ્વચ્છતા અને વિકાસમાં પ્રગતિ કરી છે. આજે વિશ્વના આધુનિક શહેરોમાં સુરત આંખથી આંખ મિલાવીને આગળ વધી રહ્નાં છે. આગામી દિવસોમાં સુરત શહેર વધુ પ્રગતિ કરે તેવા પ્રયત્ïનોï થવા જાઈએ સુરતનો નવો ડીપી (ડેવલોપમેન્ટ પ્લાન્ટ) ઝડપથી મંજૂર થાય તે દિશામાં સરકાર આગળ વધી રહી છે. સુરતની ટાઉન પ્લાનિંગ સ્કીમોને પણ ઝડપથી ફાઈનલ થાય તે મુજબની કામગીરી ચાલી રહી છે.
રાજ્ય સરકાર ગુજરાતને ફાટક મુકત બનાવવા જઈ રહી છે. લોકોને કયાય અટકવુ નહીં પડે તે પ્રમાણે બ્રિજ, ફલાય અોવર બ્રિજ અને રેલવે અોવર બ્રિજની કામગીરીનું અમલીકરણ ઝડપથી થશે ગુજરાતને હેન્ડપંપ મુકત રાજ્ય બનાવવાની દિશામાં પણ કામગીરી ચાલી રહી છે. સમગ્ર દેશમાં વોટર મેનેજમેન્ïïટ સિસ્ટમની અમલવારી કરવામાં ગુજરાત પ્રથમ નંબરે છે. પાકિ*ગ અને ટ્રાફિકની સમસ્યાઅો શહેરમાં વિકાસલક્ષી પ્રોજેક્ટો દ્વારા હળવી કરવામાં આવી રહી છે.
વધુમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, આગામી ૧૨મી અોક્ટોબરે ત્રીજા નોરતે દહેજ-ઘોઘા વચ્ચે રો-રો ફેરી સર્વિસમાં આધુનિક જહાજનો ઉમેરો થવો જાઈ રહ્ના છે. સમગ્ર ભારતમાં આ પ્રકારનું પ્રથમ જહાજ હશે જેમાં મુસાફરો ïટુ વ્હીલર, કાર અને ટ્રક સાથે પસાર થઈ શકશે તે પ્રકારનું સ્ટીમર આવી ગયું છે. દિવાળીના વેકેશનમાં સુરતમાં વસતા સૌરાષ્ટÿવાસીઅો પોતાના વતન હવે પોતાના વાહનો સાથે ઝડપથી અને અોછા ખર્ચે જઈ શકશે સુરત નજીક હજીરા પાસે પણ રો-રો ફેરી સર્વિસનું આયોજન થવા જઈ રહ્નાં છે. હાલ જેટી, ઈન્ફ્રાસ્ટ્રકચર અને અોફિસ બનાવવાની કામગીરી ચાલી રહી છે. નજીકના ભવિષ્યમાં હજીરાથી ઘોઘા સુધીની રો-રો ફેરી શરૂ થશે તેનો સીધો લાભ સુરતની જનતાને મળી શકશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY