સુરત, તા. ૦૨
શહેરના ડીંડોલી વિસ્તારમાં બે માસુમ બાળકીઅો સાથે જે પ્રકારની જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું છે તે આરોપીઅો સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમા઼ ઝડપથી કેસ ચાલે તે પ્રકારે સરકાર કાર્યવાહી કરશે
શહેરના નવલુ નજરાણા સમાન કેબલ સ્ટેઈડ બ્રિજના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંજીવકુમાર અોડીટોરિયમ ખાતે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, સુરતના ડીંડોલી વિસ્તારમાં બે માસૂમ બાળકીઅો સાથે જે પ્રકારે જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું છે તે ઘટનામાં સંડોવાયેલ કોઈને છોડવામાં આવશે નહીં. પોલીસ કડક કાર્યવાહી કરશે અને આ કેસની ટ્રાયલ ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકાર આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમા઼ લઈ જશે. આરોપીઅોને સજા કરીને પીડિતાઅો ઝડપથી ન્યાય મળી રહે તે પ્રકારે કામગીરી કરવામાં આવશે. શહેરમાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે.
આજે દેશ અને દુનિયાભરમાં મહાત્મા ગાંધીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતમાં ચોકબજાર ખાતે ગાંધી પ્રતિમાને પુષ્પાંજલિ અપર્ણ કરતી વિદ્યાર્થિનીઅોની આ તસવીર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



