રૂપાણી-બાવળિયાના ઘર પાસે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,૨૦ની અટકાયત

0
13

રાજકોટ,તા.૧૮
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખેડૂતોની સમસ્યા અને મોંઘવારીને લઈ સરકાર વિરૂદ્ધ ઠેર- ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. રાજકોટમાં મુખ્યમંત્રી શ્રમ યોજનાના કર્મચારીઓએ સીએમ રૂપાણીના ઘર પાસે વિરોધ પ્રદર્શન કર્યો હતો. જેમાં પોલીસે ૨૦થી વધુ લોકોની અટકાયત કરી છે. તેમજ કોંગ્રેસના કાર્યકરોએ મંત્રી કુંવરજી બાવળીયાના ઘર પાસે વિરોધ કર્યો હતો. અને મોદીના માથાવાળો મોંઘવારીનો રાવણ બાળ્યો હતો.
મુખ્યમંત્રી શ્રમ યોજનાના કર્મચારીઓમાં પગાર સહિતના વિવિધ પ્રશ્નોને લઈને ભારોભાર રોષની લાગણી જાવા મળી રહી છે. જેને લઈને આજરોજ મુખ્યમંત્રીના ઘર પાસે શ્રમ યોજનાના કર્મચારીઓ વિરોધ કરવા પહોંચ્યા હતા. જા કે મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરતા કર્મચારીઓ સીએમના ઘર નજીક પહોંચે તે પહેલા જ ગાંધીગ્રામ પોલીસે ૨૦થી વધુ લોકોની અટકાયત કરી લીધી હતી. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
ખેડૂતો અને મોંધવારીની સમસ્યાને લઈ કોંગ્રેસના કાર્યકરોએ મંત્રી કુંવરજી બાવળીયાના ઘર પાસે વિરોધ પ્રદર્શન કર્યો હતો સાથે જ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા. શહેરના જલારામ ચોક પાસે કોંગ્રેસના કાર્યકરોએ મોંઘવારીનું પુતળાદહન કર્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY