દલેર મહેંદીનાં શોનાં આયોજન પર ભાજપે આકરો વિરોધ નોંધાવ્યો

0
6

સાબરકાંઠા,તા.૨૩
તંત્ર અને પોલીસ બંને લોકસભાની ચુંટણીને લઇને વ્યસ્ત બન્યા છે. ત્યાં સાબરકાંઠા પોલીસને કોંગ્રેસી ગાયક કલાકારને બોલાવીને ઇવેન્ટ યોજવાની નવરાશ મળી આવતા હવે વિવાદનુ ઘર બન્યુ છે. સાબરકાંઠા પોલીસે પોતાના સંચાલીત સુરક્ષા સેતુ સોસાયટીના બેનર હેઠળ આગામી ૩૦ મી માર્ચે હિંમતનગરમાં આવેલ એસપી કચેરીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ગાયક કલાકાર દલેર મહેંદીની સ્પેશીયલ ઇવેન્ટ યોજાનાર છે.
આ દરમ્યાન જ હવે ભાજપે પણ પોતાનો આકરો વિરોધ નોંધાવ્યો છે અને કોઇ પણ સંજાગોમાં પંજાબ કોંગ્રેસના નેતા એવા દલેર મહેંદીને ચુંટણી ટાણે આ કાર્યક્રમ યોજવા નહી દેવામાં આવે એવો વિરોધ નોંધાવ્યો છે.
સાબરકાંઠા પોલીસના મુજબ આ કાર્યક્રમથી કોઇ જ આચાર સંહિતતાનો ભંગ થતો નથી અને આ માટે રાજકીય રીતે કોઇ જ વાત સ્ટેજ પરથી નહી કરવામાં આવે તેવો બચાવ કરાયો છે. દલેર મહેંદીના સાબરકાંઠા પોલીસના ટ્‌વીટર હેન્ડલ પર શેર કરેલા વિડીયોમાં પણ દલેર ખુદ કહે છે કે આપના પગ થાકે નહી ત્યાં લગી શો ચાલુ રાખવામાં આવશે આમ આચારસંહીતામાં રાત્રીના દશ વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવાના કાયદાનુ પણ જાણે કે છડે ચોક ઉલ્લંધન સમાન જાહેરાત કરાઇ હોવાનો દાવો ગણાવાઇ રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY