સાઉધમ્પટન,તા.૫
વર્લ્ડ કપ ૨૦૧૯માં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ. આ મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો બે વિદેશી મહિલાઓ સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. પોતાને પાકિસ્તાન ક્રિકેટ ટીમના પ્રશંસક માનનારા ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત ટ્વીટર યૂઝર ડેનિસ ફ્રિડમૈને આ ફોટા પર શાસ્ત્રીની મજાક ઉડાવી. ફ્રિડમેને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાનારી મેચના એક દિવસ અગાઉ જ રવિ શાસ્ત્રીનો એક ફોટો પોસ્ટ કર્યો જેમાં તે બે વિદેશી મહિલાઓ સાથે જોવા મળે છે. ફ્રિડમેને શાસ્ત્રીને ટ્રોલ કરતા ટ્વીટર પર લખ્યું કે ‘ફોટા પરથી એવું લાગી રહ્યું છે કે ભારતના વર્લ્ડ કપની તૈયારીઓ એકદમ યોગ્ય દિશામાં થઈ રહી છે.
રવિ શાસ્ત્રીના આ ફોટો પર એક ભારતીય પ્રશંસકે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ‘ફાઈન લેગ પર ફીÂલ્ડંગ.’ અન્ય એક યૂઝરે લખ્યું કે ‘અમે મેદાનની અંદર અને મેદાનની બહાર પણ રમી શકીએ છે.’ જ્યારે એક પાકિસ્તાની પ્રશંસકે લખ્યું કે, ‘છોકરીઓ તમને જા ખબર ન હોય કે રવિ શાસ્ત્રી કોણ છે તો ફરી એક વખત અઝહર ફિલ્મ જોઈ લો.’
અન્ય એક ભારતીય પ્રશંસકે ફોટો પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે ‘શાસ્ત્રી પ્લે બોય શેન વોર્ન કરતા તો સારા જ છે, વોર્નનો તો બે છોકરીઓ સાથેનો એમએમએસ લીક થઈ ગયેલો છે.’
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




