એકના ડબલની લાલચે પિતા-પુત્રએ ૧૧ લાખ ગુમાવ્યા

0
6

સાબરકાંઠા,તા.૧૦
સાબરકાંઠામાં એકના ડબલ કરવાની લાલચે એક પિતાપુત્રએ ૧૧ લાખ ૫૧ હજાર ગુમાવવાનો વારો આવ્યો છે. બે જેટલા યુવકોએ કેમિકલમાંથી નકલી નોટો બનાવી ડેમો આપી વિશ્વાસમાં લીધા ત્યારબાદ ૩૦ હોવાનું કહી બેગ પકડાવી ફરાર થઇ ગયા. ઘરે આવી પિતા-પુત્રએ જાયું તો બેગમાં માત્ર ઉપરની નોટો જ સાચી હતી, બાકી નીચેની નોટો માત્ર કાગળના ટૂકડા જ હતા.
સમગ્ર ઘટનાક્રમ એવો હતો કે આ પિતાપુત્રને નિકુલ ઠાકોર અને પિયુષ ઠાકોર નામના બે ઈસમોએ વડનગર લઈ જઈ કેમિકલમાંથી નોટો બનાવી ડેમો આપ્યો હતો. ત્યારે ૩૦ લાખની લાલચે પિતા-પુત્રએ પહેલા ૫,૫૧,૦૦૦ અને બાદમાં ૬ લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ જ્યારે ફાઇનલ મિટિંગ થઇ ત્યારે ૩૦ લાખનું મોટુ પેકેટ પિતા-પુત્રના હાથમાં આપ્યું અને પોલીસ આવી એવું કહીને ભગાડી દીધા.
જા કે બાદમાં ઘરે જઈને પિતાપુત્રએ જાયુ તો તેમના પગ નીચેથી જમીન ખસી ગઇ. કારણ કે પેકેટમાં ઉપરની નોટો અસલી હતી અને બાકીના કોરા કાગળ હતા, આમ તેમણે ૧૧ લાખ, ૫૧ હજાર ગુમાવવાનો વારો આવ્યો હતો.ત્યારે ઘેટુ ચરવા ગયુ અને ઉન મુકીને આવ્યુ તે કહેવત મુજબ આ લોકો ૩૦ લાખ લેવા ગયા અને ૧૧ લાખ મુકીને આવ્યા તેવુ થયુ હતુ. ત્યારે હાલ પોલીસે આ મામલે ફરિયાદના આધારે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY