સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સતર્ક હવે ગુનેગારો ની ખેર નથી!

0
13

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી, દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરી, પ્રોહીબિશનના બુટલેગરો ઉપર વોચ રાખવા તથા જિલ્લામાં પ્રવેશતા પર પ્રાંતીય વિદેશી દારૂ બાબતે હાઇવે ઉપર વોચ રાખી, બાતમીઓ મેળવી, પ્રોહીબિશનના કેસો શોધી કાઢવા તથા દેશી વિદેશી દારૂના કેસોમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને પ્રોહીબિશન ના કેસો શોધી કાઢી, દેશી વિદેશી દારૂના ગુન્હાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે.

લીંબડી ડિવિઝનના ડી.વાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઈન્સ.પી.ડી.પરમાર તથા પોલીસ સબ ઇન્સ. સી.બી.રાંકજા તથા આઇ.કે.શેખ તથા પો.હેઙકોન્સ. વિજયસિંહ તથા વુ.પો.હેડ કોન્સ. પ્રતિક્ષાબેન જસવંતભાઇ તથા પો.કોન્સ. શેખાભાઇ અંબારામભાઇ તથા વિભાભાઇ ગગજીભાઇ વિગેરે સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ ઇન્સ. પી.ડી.પરમાર ચોટીલા નાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે સણોસરા ગામે રહેતા સિંકદર ઉર્ફે સીકકુ અબ્બાસભાઇ સંધી રહે.સણોસરા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળો પોતાના રહેણાક મકાને ગેરકાયદેસર પોતાના કબજામાં ઈંગ્લીશ દારૂ રાખી દારૂ નું છુટકમાં વેચાણ કરે છે.

ચોંટીલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઈન્સ. પી.ડી.પરમાર તથા પોલીસ સબ ઇન્સ. સી.બી.રાંકજા તથા આઇ.કે.શેખ તથા પો.હેઙકોન્સ. વિજયસિંહ તથા વુ.પો.હેડ કોન્સ. પ્રતિક્ષાબેન જસવંતભાઇ તથા પો.કોન્સ. શેખાભાઇ અંબારામભાઇ તથા વિભાભાઇ ગગજીભાઇ વિગેરે સહિતની ટીમ દ્વારા સણોસરા ગામે રહેતા સિંકદર ઉર્ફે સીકકુ અબ્બાસભાઇ સંધી રહે.સણોસરા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળો પોતાના રહેણાક મકાને સર્ચ ઓપરેશન, હાથ ધરી, રેઈડ કરવામાં આવતા, અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો પરપ્રાતીંય ઇંગ્લીશ દારૂ ની ૧૮૦ MLની નાની બોટલ નં.૧૧૦ કિ.રૂા.૧૧૦૦૦/- તથા મોટી બોટલ ૭૫૦ ML ની નંગ- ૧૮ કિ.રૂા.૫૪૦૦/- મળી કુલ નાની મોટી બોટલ નં. ૧૨૮ કુલ કિ.રૂા.૧૬૪૦૦/- નો મુદામાલ નો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે. આ પ્રોહીબિશનની રેઇડ દરમિયાન આરોપી સિંકદર ઉર્ફે સીકકુ અબ્બાસભાઇ સંધી રહે.સણોસરા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળો હાજર મળી આવેલ ન હોઈ, નાસી ગાયેલાનું જાણવા મળેલ હતું.પકડાયેલ મુદ્દામાલ બાબતે નાસી ગયેલ આરોપી સિંકદર ઉર્ફે સીકકુ અબ્બાસભાઇ સંધી રહે.સણોસરા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળા વિરૂધ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ. જયંતિભાઇ એસ.બાવળીયા દ્વારા સરકાર તરફે ફરિયાદી બની, પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે…

ચોટીલા પોલીસ દ્વારા આ વિદેશી દારૂ ક્યાંથી લાવવામાં આવેલ હતો અને કોને પહોંચાડવાનો હતો..? અન્ય કોણ કોણ આરોપીઓ આ ગુન્હામાં સંડોવાયેલ છે..? નાસી ગયેલ આરોપી બીજા કોઈ પોલીસ સ્ટેશનના ગુન્હાઓ માં વોન્ટેડ કે પકડવાના બાકી છે કે કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ..? વિગેરે મુદ્દાઓસર તપાસ હાથ ધરી, ચોટીલા પોલીસ સ્ટેશનના પોલિસ ઇન્સ. પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા નાસી ગયેલ આરોપી સિંકદર ઉર્ફે સીકકુ અબ્બાસભાઇ સંધી રહે.સણોસરા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી, વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટર લીંબડી
દિપકસિંહ વાઘેલા
7016170844

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY