સાબરકાંઠા,તા.૧૭
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના રહેડા ગામની ખેતી માટે પાણીની સમસ્યા મોટી છે. જેને લઇ ૭૦ જેટલા ગ્રામજનોએ ભેગા મળી ધરોઈ ડેમ માંથી સિંચાઈ માટે પાણી લેવા ૩ કરોડ જેટલી માતબર રકમ ભેગી કરી હતી. વડાલી શહેરમા આવેલ કિસાન પીવીસી પાઇપ કંપનીના ડીલર પાસેથી પાઇપોની ખરીદી કરી કામ ચાલુ કર્યું હતું, પરંતુ પાણી શરૂ થતા જ પાઇપો તૂટવા માંડ્યા હતા.
આ વાતને લઇને ખેડૂતોએ ડીલરને રજુઆત કરી હતી, પરંતુ ડિલરોએ ખેડૂતોની વાત પર કોઇ ધ્યાન આપ્યું નહોતું. ત્યારબાદ ખેડૂતોએ આ પાઇપોનું સિપેટ એસ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી રસાયણ અને પેટ્રોરસાયન વિભાગ ભારત સરકારની અમદાવાદ ખાતેની લેબમાં ટેસ્ટીંગ કરાવ્યુ હતું. તો લેબમાં મોટો ઘટસ્ફોટ થયો હતો. રિપોર્ટમાં સામે આવ્યું કે, પાઇપો ડિફેકટિવ છે અને પીવીસી પાઇપ કંપનીએ ગુણવત્તાવાળી પાઇપો આપી નથી. લેબના રિપોર્ટ બાદ ખેડૂતોને એહસાસ થયો કે તેમની સાથે કરોડોની છેતરપીંડી થઇ છે.
ખેડૂતોએ લેબના રિપોર્ટને લઇને સ્થાનિક ડીલરને વાત કરી હતી, પરંતુ સ્થાનિક ડીલરે કંપની ઉપર દોસ્તનો ટોપલો ઢોળ્યો હતો. ડિલરે કહ્યું કે, જે માલ મને કંપનીએ આપ્યો છે તે જ માલ મેં ખેડૂતોને આપ્યો છે. આમો મારી કોઈ જવાબદારી નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




