સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નડતરરૂપ ૨૯ ઈમારતો તોડી પડાશે

0
9

સુરત,તા.૧૭
ડુમસ રોડ પર આવેલા સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટને નડતરરૂપ ઈમારતોને તોડી પાડવામાં આવશે. કહેવાય છે કે આ ઈમારતોના કારણે એરપોર્ટનો વિકાસ અટકી ગયો છે અને તેથી જ સુરત એરપોર્ટ પરથી વિવિધ એરલાઈન્સ આંતરરાષ્ટ્રીય ફલાઈટ્‌સના શિડ્યુલ સુરતથી ચાલુ કરવા માટે રાજી નથી. જોકે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ હવે સુરતના આંતરરાષ્ટ્રીય હવાઈઅડ્ડાને નડતરરૂપ ૨૯ ઈમારતોને તોડી પાડવાનો નિર્ણય લીધો છે. જોકે આ નિર્ણયને પગલે ભારે ઉહાપોહ થવાની સંભાવના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત એરપોર્ટને કુલ ૩૪ ઈમારતો નડતરરૂપ છે. તે પૈકી ૨૯ ઈમારતોને એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપી દેતા સુરત મહાનગરપાલિકાએ વસવાટની પરવાનગી આપી હતી. હાલ અહીં સેંકડો લોકો વસવાટ કરી રહ્યાં છે એટલે હવે તેમના શિફટિંગનો મહાકાય પ્રશ્ન ઊભો થવાનો છે.
આમ તો કુલ ૯૦ ઈમારતો સુરત એરપોર્ટના રન-વેને નડતરરૂપ છે તે પૈકી વેસુ એન્ડ પરની ૧૮ ઈમારતો એવી છે કે જે રહેણાંક છે પરંતુ આ ઈમારતોના કારણે રન-વેનું નથી તો વિસ્તરણ થઈ શકતું કે નથી તો જે હયાત રન-વે છે તેનો સંપૂર્ણ ઉપયોગ કરી શકાતો. કુલ ૨,૯૦૫ મીટરના રન-વેમાંથી ૨,૨૫૦ મીટરના રન-વેને જ ઉપયોગમાં લઈ શકાય છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY