વાવાઝોડાને પગલે તંત્ર સાબદું બન્યું, સેટેલાઇટ ફોન થયા એક્ટિવ

0
170

સાબરકાંઠા,તા.૧૨
હાલમાં વાયુ વાવાઝોડું થોડાક જ સમયમાં ગુજરાતમાં ત્રાટકશે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ દરેક તાલુકામાં સર્વે ટીમ, બચાવરાહત ટીમ, તરવૈયાઓની ટીમો બનાવી તંત્રે ખડે પગે રહેવા આદેશ આપ્યા છે. અને કોઈને પોતાનું હેડ ક્વાર્ટર સ્થળ છોડવું નહિં તેવા આદેશ અપાયા છે.
ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો ટુંક સમયમાં પહુચશે ત્યારે આ બાબતે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર અને ડિઝાસ્ટર વિભાગીય કામગીરી શરૂ કરી જેમાં દરેક તાલુકાના કેન્ટ્રોલ રૂમ રાઉન્ડ ધ ક્લોક રાખવામાં આવ્યા છે. દરેક તાલુકામાં વર્ગ ૧ કક્ષાના અધિકારી, લાયઝોન અધિકારી, નાયબ મામલતદાર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન એક્ટિવ કરવામાં આવ્યો છે.
જાખમી સ્થળો, નદી કિનારા ગામો પર સ્થળાંતર અને આશ્રયસ્થાનો પર સંકટ સમયે ટીમને તૈયાર રાખવામાં આવ્યા છે. જેમાં ફાયર બ્રિગેડ દ્વારા સાધનોને અને રેસ્ક્યુ ટિમને વાવાજાડા માટે સજ્જ કરવામાં આવ્યા છે.
દરેક તાલુકામાં સર્વે ટિમ, બચાવરાહત ટિમ, તરવૈયાઓની ટિમો બનાવી તંત્રે ખડે પગે રહેવા આદેશ આપ્યા છે. સાબરકાંઠામાં જિલ્લા અને તાલુકાના દરેક અધિકારીઓને પૂર્વ મંજૂરી સિવાય હેડકવાટર્સ નહિં છોડવાની સૂચનાઓ આપેલ છે. જિલ્લામાં સેટેલાઇટ ફોન એક્ટિવેટ કરવામાં આવ્યા છે. બીજા જિલ્લામાં જરૂર પડે તો સાબરકાંઠાની ટીમ મદદે પહોંચવા માટે સજ્જ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY