ઉપાશ્રયમાં સાધ્વીની છેડતી કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવા માંગ શીતલવાડી જૈન સંઘ દ્વારા સુરત પોલીસ કમિશનરને રજૂઆત

0
4

સુરત, તા.૧૨
ગોપીપુરા શીતલવાડી ઉપાશ્રયમાં ઘટેલી ઘટના બાદ આજે શ્રી શીતલવાડી ખરતરગચ્છ જૈન સંઘે પો.કમિશનર સતીષ શર્માને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી.
શ્રી શીતલવાડી ખરતરગચ્છ જૈન સંઘે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગોપીપુરા જૈન ઉપાશ્રયમાં બનેલી ઘટના ખૂબ જ નિંદનીય છે. આ ઘટના સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. વધુમાં જૈન સંઘે જણાવ્યું હતું કે ગોપીપુરા વિસ્તારમાં જૈન સાધ્વીઅો સાથે બનતી ઘટનાને અટકાવવામાં માટે સુરક્ષા પૂરી પાડવામાં આવે, ગોપીપુરા જૈન દેરાસર, ઉપાશ્રય, વિસ્તારોમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવે તેમજ દિવસ રાત્રે અડ્ડો જમાવીને બેઠેલા અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરવામાં આવે, ગોપીપુરા શિતલવાડી જૈન ઉપાશ્રયમાં બનેલી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવા માંગ કરી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY