ગરમી સાથે શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો નોંધાયો

0
628

અમદાવાદ,
તા.૫/૪/૨૦૧૮

ભાવો વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ગરમીની શરૂઆત થતાં જ લીલાં શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે. રસોડામાં રસોઇ માટે મુખ્ય વસ્તુ ગણાતી શાકભાજી ગરમી પડવાની શરૂઆત થતા જ મોંઘાં થવાની શરૂઆત થઇ ચૂકી છે. માત્ર ૧૦ દિવસ પહેલાં પ્રતિ કિલો રૂ.ર૦થી ૩૦ના ભાવે મળતાં શાકભાજી હાલમાં બમણો ભાવે એટલે રૂ.૪૦થી ૬૦ રૂપિયાના ભાવે વેચાઇ રહ્યાં છે.

શાકભાજીના હોલસેલ ભાવ બમણાં થતા રિટેલ ભાવ બમણા થયા છે. જેનાથી ગૃહિણીઓના રોજિંદા ખર્ચમાં પણ વધારો થયો છે. તાજેતરમાં જ લીંબુના ભાવમાં ત્રણગણો ઉછાળો આવ્યો છે. તો સાથે સાથે અત્યાર સુધી સસ્તા ભાવે મળતા બટાકા પણ હવે બમણા ભાવ વેચાતાં ગૃહિણીઓએ હવે ચોમાસા સુધી રસોડાનાં બજેટ વધારવા પડશે.

ઉનાળાની ગરમીમાં રાહત આપતાં લીંબુનો ભાવ હાલમાં રૂ.૧૦૦ પ્રતિ કિલો છે. જે હજુ વધવાની સંભાવના છે. પરંતુ બટાકાના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. ગરમી પડતાં જ લીંબુના ભાવ વધી જાય છે. ઉનાળાની શરૂઆતની સૌથી પહેલી અસર શાકભાજી પર પડે છે. પાણીની અછત અને ઉત્પાદન ઘટવાની સાથે શાકભાજીના ભાવ ઉનાળામાં વધી જાય છે. હાલમાં ભીંડા, ચોળી, ફણસી વગરેના ભાવ રૂ.૧૦૦ પ્રતિ કિલો બોલાઇ રહ્યા છે.

નામ ૧૦ દિવસ આજનો
પહેલાંનો ભાવ ભાવ
ફલાવર ર૦ ૪૦
રીંગણ ર૦થી રપ ૪૦
દૂધી ર૦ ૩પ
મેથી ૧૦ ૩૦
ગવાર પ૦ ૬૦
બીટ ર૦ ૪૦થી૪પ
લીલી ડુંગળી૩૦ ૬૦
પાપડી ર૦ ૪૦
વાલોળ ૩૦ ૭૦
બટાકા ૧૦ ર૦
કોબીજ ૧પ ૩૦
ટામેટા ૧૦ ર૦
કાકડી ૩૦ ૬૦
લીંબુ ૪૦ ૧૦૦
આદું ૩પ ૬૦
કારેલાં ૪૦ ૬0

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY