સાગર,તા.૭
મધ્ય પ્રદેશમાં સાગરના બમોરામાં સંયોજક પાલક કાર્યક્રમને સંબોધિત કરતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું. તેઓએ કોંગ્રેસની ટીકા કરતાં કહ્યું કે બનાવટ કરવી એ ભાજપના સંસ્કાર નથી પરંતુ કોંગ્રેસના સંસ્કાર છે.
તેમણે રેલી દરમિયાન કહ્યું કે, રાહુલ બાબા કહે છે કે એર સ્ટ્રાઇકના પુરાવા આપો. હું જણાવવા માંગું છું કે બનાવટ કરવી ભાજપના સંસ્કાર નથી પરંતુ કોંગ્રેસના સંસ્કાર છે. જ્યારે વાયુસેના કહે છે કે અમે એર સ્ટ્રાઇક કરી છે, ત્યારબાદ પણ એર સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવવા પર રાહુલ બાબાને શરમ આવવી જો કરતાં ભાજપ અધ્યક્ષે કહ્યું કે મોદીએ દુનિયાને દર્શાવી દીધું છે કે ભારતની સરહદો સાથે ચેડાં કરવાનું પરિણામ શું આવે છે. એક વાર સર્જિકલ સ્ટ્રાઇક અને એક વાર એર સ્ટ્રાઇક કરી આતંકવાદીઓનો ખાતમો કર્યો છે.
તેઓએ કહ્યું કે કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજનાની દુનિયાભરના લોકો પ્રશંસા કરે છે. દેશની મોટી વસતીને મોદી સરકારે સ્વાસ્થ્ય સુરક્ષા આપવાનું કામ કર્યું છે. મધ્ય પ્રદેશ સરકાર આયુષ્માન ભારત યોજનામાં રોડાં નાખી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






