ગુજરાત ના હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠા વિસ્તારોમાં સાગર વાવાઝોડા અંગે આગાહી કરવામાં આવી છે જેને પગલે જિલ્લા કલેક્ટરે હળવદ પ્રાંત અધિકારી અને માળિયા તાલુકા મામલતદારને સતર્ક રહેવાના આદેશ આપ્યા છે.
હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સાગર વાવાઝોડા ની અસર થવાની શક્યતાને પગલે આગાહી કરવામાં આવી છે. નવલખી બંદર પર પર બે નંબરનું સિગ્નલ આપવામાં આવેલ છે અને પવનની ગતિ વધવાની સંભાવના હોવાથી જિલ્લા કલેક્ટરે હળવદ પ્રાંત અધિકરી, માળીયા ડિઝાસ્ટર લાયઝનિંગ અધિકારી અને માળીયા તાલુકા મામલતદારને યોગ્ય તકેદરીના પગલા લેવા માટે સૂચના અપાઈ છે.તેમજ જરૂરી આપાતકાલીન સાધન સામગ્રી ઉપલબ્ધ રાખવાનું પણ જણાવ્યું છે. કોઈપણ અનિચ્છનીય બનાવ કે અકસ્માત ની સંભાવના હોય તો જિલ્લા ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ ફોન નં. ૦૨૮૨૨ ૨૪૩૩૦૦ અથવા ઇમરજન્સી હોટલાઈન ૧૦૭૭ ઉપર જાણ કરવા જીલ્લા કલેકટરે જણાવાયું છે
માહિતી વિભાગ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






