સાગબારા ના સિમ આમલી ગામ પાસે પોલીસે નાકા બંધી દરમિયાન સુરત પારસીંગ ની સ્વીફ્ટ ગાડી માંથી રૂપિયા 5.44 લાખનો દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી એક ની ધરપકડ કરી જયારે બે નાસી છુટ્યા.

રાજપીપળા: નર્મદા જિલ્લા ના સાગબારા પાસે ના સિમ આમલી ગામ પસાર ગત રાત્રે સાગબારા પી એસ આઈ ડી એ ક્રિશ્યન તેમની ટિમ સાથે નાકાબંધી માં હતા ત્યારે દમણ તરફ થી આવતી સ્વીફ્ટ ગાડી નં.જી જે 05 જે એ 2243 ને અટકાવી તપાસ કરતા અંદર મુજેલી દારૂ ની નાની મોટી કુલ 729 નંગ બોટલો જેની કિંમત રૂપિયા 93,960/- અને મોબાઈલ નંગ 01 કિંમત 500 સાથે સ્વીફ્ટ ગાડી ની કિંમત રૂપિયા 4.50 લાખ મળી કુલ રૂપિયા 5,44,460/- ના મુદ્દામાલ સાથે હાર્દિક પ્રવીણ પાટીલ ( વાપી ) ની ધરપકડ કરી હતી જયારે હાર્દિક સાથે આવેલા અન્ય બે પૈકી રાજેશ મારવાડી અને રવિ મારવાડી (બંને રહે,સુરત ) પોલીસ ની નાકાબંધી દરમિયાન નાસી જતા બંને ની શોધખોળ શરૂ કરી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




