સગીરાને દુષ્કર્મ આચરી બે દિવસ ગોંધી રખાતા ખળભળાટ

0
15

રાજકોટ,
તા.૨૭/૪/૨૦૧૮

કેન્દ્ર સરકાર દ્વારા સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીઓ માટે ફાંસીની સજાનો કાયદો લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર તેમજ જીલ્લામાં સગીરા સાથે દુષ્કર્મના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં જેતપુરના થોરાળા ગામની સગીરા સાથે દુષ્કર્મ આચરી બે દિવસ ઓરડીમાં ગોંધી રાખી હોવાનું સામે આવ્યું છે. જા કે વિરપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં થયેલો વિલંબ સહિતની બાબતોને લઈને પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

મળતી વિગત મુજબ એકાદ સપ્તાહ પૂર્વે મધરાત્રે થોરાળાના વાડી વિસ્તારમાંથી ૧૫ વર્ષીય સગીરાનું ૩-૪ શખ્સો દ્વારા અપહરણ કરાયું હતું અને ગોંડલ આશાપુરા વિસ્તારના ઝાડી-ઝાંખરામાં ૪-૫ શખ્સે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો! બે દિવસ તેને એક ઓરડીમાં ગોંધી રાખી ધમકાવી હતી.

તેણીના અપહરણ વિશે વિરપુર પોલીસમાં જાણ કરાઈ હતી. તથા તે મળી આવ્યા બાદ ફરી દુષ્કર્મ અંગેની જાણ પણ કરવામાં આવી હતી. જા કે પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવાને બદલે માત્ર અરજી જ લેવામાં આવી હોવાનું પરિવારે ૧૮૧ની ટીમને જણાવ્યું હતું. તારીખ ૨૫ના રોજ ૧૮૧ની ટીમે સગીરાને રાજકોટ સિવિલ હોસ્પટલના વનસ્ટોપ સેન્ટર ખાતે પહોંચાડી હતી. બાદમાં સેન્ટરના એડમિનિસ્ટ્રેટર દ્વારા વિરપુર પોલીસનું ધ્યાન દોરાયા બાદ પોલીસે પીડિતાને લઈ જઇ ગુનો દાખલ કર્યો હતો. ત્યારે પોલીસે ગુનો દાખલ કરવામાં કરેલો વિલંબ આશ્ચર્ય સર્જે છે.

વિરપુર પોલીસે જણાવ્યા મુજબ આ મામલે પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં હાલ થોરાળા રહેતા અને મૂળ ગોંડલ શ્રી રામ હોસ્પટલ પાછળના રહેવાસી પ્રફુલ્લ ઉર્ફે રામલો ધીરૂભાઈ રાઠોડ નામના શખ્સે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY