રાજકોટ,
તા.૨૭/૪/૨૦૧૮
આગામી તા.૧–મેથી અમલમાં આવે તે મુજબ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ રૂ.૨૦નો ભાવ વધારો માલધારીઓ અને દૂધ મંડળીઓને ચૂકવવામાં આવશે તેવી જાહેરાત રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સઘં (રાજકોટ ડેરી)ના ચેરમેન ગોવિંદભાઈ રાણપરિયાએ કરી છે.
ગોવિંદભાઈ રાણપરિયાએ વધુમાં જણાવ્યું છે કે, સઘં સાથે જાડાયેલા હજારો દૂધ ઉત્પાદકોને ઉનાળાની સીઝનમાં પાણી અને ઘાસચારાની અછત સામે આર્થિક ટેકો મળી રહે તે માટે ચાલુ નાણાકીય વર્ષમાં દૂધના ખરીદ ભાવમાં આ ત્રીજા ભાવ વધારો નજીકના સમયમાં કરવામાં આવેલ છે. તા.૧–૪થી રૂ.૫૫૦, તા.૧૧–૪થી રૂ.૫૬–૦, દૂધનાખરીદ ભાવમાં ઉત્તરોત્તર વધારો કરી અને હવે પછી તા.૧૦–૫થી રૂ.૫૮૦ કરવાનો નિર્ણય કરેલ છે.
સૌરાષ્ટ્રના લગભગ તમામ દૂધ સંઘ કરતાં વધુ ભાવ ચૂકવવાની સંઘના નિયામક મંડળની નીતિ રહેલી છે.
સંઘના અધ્યક્ષે દૂધ ઉત્પાદકો સંગઠિત બને અને રાજકોટ દૂધ સંઘમાં સારી ગુણવત્તાવાળું દૂધ મંડળી મારફતે મોકલી અમૂલના વિશ્ર્વાસના પ્રતિકને જાળવી રાખવા ખાસ અપીલ કરેલ છે
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"