અમદાવાદ,
તા.૨૩/03/2018
ગુજરાતમાં બાંધકામ મજૂરના કલ્યાણ માટેની રકમ ખર્ચ કરવામાં સરકાર ઉણી ઉતરી
ગુજરાતમાં બાંધકામ મજૂરો માટે ઉઘરાવવામાં આવેલી સેસના રૂપિયા આ મજૂરોને મળતા નથી. આ હેતુ માટે ઉઘરાવાયેલા ૧૫૦૦ કરોડ રૂપિયા ક્્યાં ગયા તે સમજાતું નથી, સમગ્ર દેશમાં કેરળ એવું રાજ્ય છે કે જ્યાં સૌથી વધુ સેસ મજૂરો માટે વપરાય છે જ્યારે ગુજરાતમાં આ ફંડ પડી રÌšં છે.
બાંધકામ મજૂરોની સામાજીક સલામતી માટે મકાન અને અન્ય બાંધકામ મજૂર કલ્યાણ અધિનિયમ ૧૯૯૬ અમલમાં છે. આ અધિનિયમ પ્રમાણે એમ્પ્લોયરે બાંધકામ મજૂરોની સામાજીક સલામતી માટે બાંધકામ કિંમતના એક ટકા લેખે રચાયેલા બોર્ડને સેસ ચૂકવવાનો હોય છે.
નામદાર સુપ્રિમ કોર્ટના ચૂકાદા પછી સંસદની સ્ટેન્ડીંગ કમિટીના રિપોર્ટને ટાંકવામાં આવેલો છે જે પ્રમાણે મકાન અને અન્ય બાંધકામ મજૂરોના ગુજરાતમાં ૩૧મી માર્ચ સુધીમાં ૧૫૬૪.૬૪ કરોડ સેસ જમા કરાવવામાં આવી છે જે પૈકી માત્ર ૩૫ કરોડનો જ ખર્ચ કરવામાં આવ્યો છે. બાકીના આ ૧૫૦૦ કરોડ વણવપરાયેલા પડ્યા રહ્યાં છે.
ગુજરાતના બાંધકામ મજૂરના કલ્યાણ માટે જમા થયેલી સેસની રકમ ખર્ચ કરવામાં સરકાર ઉણી ઉતરી છે. સમગ્ર દેશમાં કેરળ રાજ્યનો પહેલો નંબર આવે છે. કેરળ રાજ્યએ કુલ જમા થયેલી રકમ ૧૪૭૪.૭૩ કરોડમાંથી ૧૪૫૫.૮૮ કરોડ રૂપિયા મજૂરોના કલ્યાણ માટે વાપર્યા છે જે કુલ રકમના ૯૮.૭૨ ટકા થાય છે.
દેશમાં બીજાક્રમે અરૂણાચલ પ્રદેશ છે. આ રાજ્યમાં ૭૮.૯૫ ટકા અને ત્રીજાક્રમે આવેલા પુંડીચેરી પ્રદેશે ૬૨.૩૨ ટકાનો ખર્ચ કર્યો છે જ્યારે ગુજરાત ૨૪મા સ્થાને છે કે જેણે મજૂરોના કલ્યાણ માટે આ રકમ ખર્ચી નથી.
સેસની આ રકમ બિલ્ડરોના બાંધકામ દ્વારા મજૂરોના કલ્યાણ માટે સામાજીક સુરક્ષા વિભાગમાં જમા કરવામાં આવે છે. આ હેતુ માટે ગુજરાત સરકાર કોઇ ખર્ચ કરતી નથી. બિલ્ડરો દ્વારા મજૂરો માટેના કલ્યાણના આ નાણાં છે પરંતુ તે મજૂરોના કામમાં આવતા નથી.
આભાર – નિહારીકા રવિયા
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"