મુંબઈ,તા.૧૯
સુપરસ્ટાર સલમાન ખાનના ફેન્સ માટે એક માઠા સમાચાર છે. સલમાન ખાનનો પ્રેમ હવે આ દુનિયામાં નથી રહ્યો. તમે તને સલમાન ખાનનો પ્રથમ પ્રેમ કહેશો તો તે અતિશયોકિત નથી. આ વાતની જાણકારી સલમાન ખાને પોતે જ સોશિયલ મીડિયા પર આપી છે.
હકીકતમાં સલમાન ખાનનો પ્રથમ પ્રેમ કોઇ બીજુ નહી પરંતુ તેનો પેટ ડાગ ‘માય લવ’ છે જેનું નિધન થયું છે. સલમાન ખાને માય લવની કેટલીક તસવીરો શેર કરીને એક મેસેજ લખ્યો કે, મારો સૌથી સુંદર શ્વાન માય લવ આજે આ દુનિયામાં નથી રહ્યોપઇશ્વર તેની આત્માને શાંતિ આપેપ
સલમાન ખાને પોતાના ટિવટર હેન્ડલ પર બે ટિવટ કરીને ફેન્સને આ અંગે જાણકારી આપી છે. સલમાન ખાનના ફેન્સ પણ કમેન્ટ્સ કરીને દુખ વ્યક્ત કરી રહ્યાં છે. માય લવ લેબ્રાડોર બ્રીડનો શ્વાન હતો. સલમાન ખાને અલગ-અલગ બ્રીડના શ્વાન પાળ્યાં છે.
અવારનવાર સલમાન ખાન પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં તે પાળતુ પ્રાણીઓની તસવીરો શેર કરતો રહે છે. માય લવ પહેલાં સલમાન ખાન પાસે માય સન અને માય જાન નામના બે શ્વાન હતા. જ્યારે તેમનું નિધન થયું ત્યારે પણ સલમાન ખૂબ જ દુખી થયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






