મુંબઈ,તા.૩૦
સુપર સ્ટાર સલમાન ખાને પોતાની આગામી ફિલ્મ ભારતના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરને એવો આગ્રહ કર્યો છે કે ફિલ્મ ભારત ધાર્યા કરતાં ખૂબ લાંબી થઇ ગઇ છે. એનું એડિટિંગ કરીને એેને કાપી નાખવાની જરૃર છે.
સલમાનના બનેવી અતુલ અગ્નિહોત્રી નિર્મિત આ ફિલ્મ દ્વારા અલી અબ્બાસ અને સલમાને ત્રીજી વાર સાથે કામ કર્યું છે. અત્યાર અગાઉ આ બંનેએ યશ રાજની સુલતાન અને ખુદ સલમાનના બેનર તળે બનેલી ટાઇગર જિંદા હૈ બનાવી હતી. આ એમની ત્રીજી ફિલ્મ છે જે આઝાદી ટાણે થયેલા દેશના ભાગલા પર આધારિત કથા ધરાવે છે.
આ ફિલ્મમાં સલમાન પંદર વર્ષના ટીનેજરથી માંડીને પંચોતેર એંસી વર્ષના વડીલનો એમ જીવનના ચાર પાંચ તબક્કાનો રોલ કરી રહ્ય છે. એની સાથે મુખ્ય હીરોઇન તરીકે કેટરિના કૈફ છે અને એની બહેનના રોલમાં દિશા પટણી ચમકી રહી છે.
અગાઉ સલમાને બજરંગી ભાઇજાન ફેમ કબીર ખાન સાથે કરેલી ફિલ્મમાં સલમાનને સોબર વ્યકિત તરીકે દેખાડયો હતો એટલે ફિલ્મ પીટાઇ ગઇ હતી. એ ફિલ્મને પણ એડિટિંગ દ્વારા કાપી નાખવાનો આગ્રહ સલમાને કર્યો હતો. સલમાન માને છે કે આજના મલ્ટિપ્લેક્સના જમાનામાં બહુ લાંબી ફિલ્મ જાવા ઓડિયન્સ ટેવાયેલું નથી એટલે બહુ જલદી કંટાળી જાય.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







