ચેન્નાઈ,તા.૩૦
ઘણા ફેન્સ એવા હોય છે કે જે પોતાના સ્ટાર્સને ઘણો જ પ્રેમ કરે છે. પોતાના સ્ટારને મળવાનો ઉત્સાહ પણ તેમને હંમેશા હોય છે. આજકાલ સેલ્ફી લેવાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. કેટલાક કલાકારોને આ ગમે છે. જા કે ઘણા કલાકારોને સારું નથી પણ લાગતુ. એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સાઉથ એક્ટર શિવકુમાર તેની સાથે સેલ્ફી લેનારા ફેન્સ સાથે ખરાબ વ્યવહાર કરે છે.
શિવકુમાર મુરદઈમાં કોઇક ઉદ્ઘટાન સમારોહમાં ચીફ ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. ઉદ્ઘાટન કરવા જ્યારે તેઓ આવી રહ્યા હતા તે દરમિયાન એક વ્યકિત તેની સાથે ફાટો લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બધાને સંબોધિત કરતા આગળ વધી રહેલા શિવકુમારની નજર તે વ્યકિત પર પડે છે તો અચાનક તેમને ગુસ્સો આવી જાય છે અને તેઓ એક ઝાટકે ફેનનાં હાથમાંથી ફાન ફેંકી દે છે. શિવકુમારનો આવો વર્તાવ જાઇને તે ફેન ચોંકી જાય છે. સાથે જ આજુ-બાજુવાળા લોકોને પણ કંઇ સમજમાં આવતુ નથી. સમારોહમાં તેમની સાથે મંત્રી આર.બી.ઉદયકુમાર પણ આવ્યા હતા. તેઓ મુરદઈમાં એક પ્રાઇવેટ ફર્ટિલિટી સેંટરનાં ઉદ્ઘાટન નિમિત્તે પહોંચ્યા હતા. લોકોને શિવકુમારનું આ વર્તન પસંદ આવ્યું નહોતુ અને તેમણે માફી માંગવાનું કહ્યું છે. ઘણા લોકોએ એવું પણ કહ્યું કે શિવકુમાર યોગા કરવા છતા પોતાના ગુસ્સા પર નિયંત્રણ નથી કરી શકતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



